જોધપુરઃ છેલ્લા કેટલાક દિવસોમાં રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે અને નવાજૂનીના એંધાણ વર્તાઇ રહ્યા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ જૂથમાં ખેંચતાણ વધી રહી છે. હવે રાજસ્થાન સરકારમાં મોટા ફેરફાર થવાની શકયતાઓ જોવાઇ રહી છે. 


રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે સાંજે પાંચ વાગ્યે મુખ્યમંત્રી નિવાસ પર કેબિનેટ બેઠક અને મંત્રી પરિષદની બેઠક બોલાવી છે. આ બેઠકને લઈને એવું મનાઇ રહ્યું છે કે તમામ મંત્રીઓનું રાજીનામું માંગી લેવામાં આવે તેવી સંભાવના છે. ત્યાર બાદ મંત્રીમંડળનું પુનર્ગઠન થશે. એટલું જ નહીં, એવું માનવામાં આવે છે 21 નવેમ્બર બાદ ગહલોત સરકાર મંત્રીમંડળના શપથ ગ્રહણ થશે. 


નોંધનીય છે કે, રાજસ્થાન સરકારના ત્રણ મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ દોતાસરા, સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્મા અને મહેસૂલ મંત્રી હરીશ ચૌધરીના નામ સામેલ છે. કોંગ્રેસના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, 22 નવેમ્બરે કેબિનેટનું પુનર્ગઠન થઈ શકે છે. સચિન પાયલટ કેમ્પના ધારાસભ્યોને આ નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.


CR પાટીલનું રાજકોટમાં ભવ્ય સ્વાગતઃ પાટીલે કહ્યું, મોહન કુંડારિયા ક્યાં ગયા?



રાજકોટઃ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનું રાજકોટ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર સી.આર પાટીલે મોહન કુંડારિયાની નોંધ લીધી હતી. સી.આર. પાટીલે કહ્યું, મોહન કુડારિયા ક્યાં ગયા. હન કૂડારિયાએ કહ્યું આ રહ્યો. રાજકોટ આવેલા સી.આર. પાટીલે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરના ભાજપમાં જોડાશે કે નહીં તે પ્રશ્નનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, અમરીશ ડેર પહેલા ભાજપના કાર્યકર હતા. અમરીશ ડેરને પહેલા ભાજપના કાર્યકર હતા. મેં એમને કોઈ આમંત્રણ આપ્યું નથી. મારા વશમાં છે ત્યાં સુધી અમે કોઈ કોંગ્રેસીઓને લેવા તૈયાર નથી.


રાજકોટમાં પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર પાટીલના કાર્યક્રમ પર સૌરાષ્ટ્રભરના રાજકીય આગેવાનોની નજર છે. રાજકીય આગેવાનોની સાથે સાથે લોકોની પણ નજર છે. આજે આખો દિવસ સી.આર રાજકોટમાં છે. ક્યા ક્યા નેતાઓ ઉપસ્થિત રહેશે અને ક્યા ક્યા નેતાઓ ગેરહાજર રહેશે તેના પર સૌ કોઈની નજર છે. આવતા દિવસોમાં શહેર ભાજપમાં કિંગમેકર કોણ તેના પર સૌકોઈની નજર છે. 


રાજકોટમાં કેટલાક ભાજપ કાર્યકરોના ઘરે લગ્ન અવસરમાં સીઆર પાટીલ ભાગ લેશે. બપોરે દોઢ વાગ્યે નામાંકિત ઇમ્પિયરલ હોટેલમાં ઉદ્યોગપતિઓ સાથે પાટીલ ચર્ચા કરશે. બપોરે 3 વાગ્યે હેમુ ગઢવી હોલના મીની થિયેટરમાં શહેર ભાજપના હોદેદારો અને કાર્યકરો સાથે બેઠક કરશે. ત્યારબાદ હેમુ ગઢવી હોલમાં બ્રહ્મસમાજના કાર્યક્રમમાં સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિ રહેશે. સી આર પાટીલના કાર્યક્મ ને લઇ સાસંદ રામભાઈ મોકરીયા, કશ્યપ શુક્લ ,ભરત બોધરા ,ગોવિંદ પટેલ મોખરે. પૂર્વ CM વિજય રૂપાણી આજે બહારગામ હોવાથી હાજર નહિ રહે.