રાજસ્થાન સરકારે કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો થતા રાજ્યમાં લાગૂ પ્રતિબંધોમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. નવી ગાઈડલાઈન મુજબ, હવે શનિવારે સાંજે પાંચ વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ રહેશે. આ સાથે જ સોમવારથી શુક્રવાર સુધી દરરોજ સાંજે વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ રહેશે.
નવી ગાઈડલાઈન મુજબ, રેસ્ટોરન્ટને 50 ટકા ક્ષમતા સાથે સાંજે ચાર વાગ્યા સુધી ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે રાજ્યમાં સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં કર્મચારીઓની સંખ્યા 10થી ઓછી છે ત્યાં 100 ટકા અને જે ઓફિસોમાં 10થી વધારે સંખ્યા છે, તેમાં 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લી રાખી શકાશે.
શોપિંગ કૉમ્પ્લેક્સ મોલ સોમવારથી શનિવાર સુધી સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ખોલી શકાશે. શહેરમાં સિટી અને મિની બસોનું સંચાલન સવારે પાંચ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી થશે. મુસાફરોને ઉભા રહીને યાત્રા કરવાની મંજૂરી નથી. મેટ્રો રેલનું સંચાલન થશ.
રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારના સાર્વનિક, સામાજિક, રાજકીય, રમત ગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક તથા ધાર્મિક સમારોહની મંજૂરી નથી આપી.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 60,471 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,17,525 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 2726લોકોના મોત થયા છે.
- કુલ કેસઃ બે કરોડ 95 લાખ 70 હજાર 881
- કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 82 લાખ 80 હજાર 471
- એક્ટિવ કેસઃ 9 લાખ 13 હજાર 378
- કુલ મૃત્યુઆંકઃ 3,77,031
દેશમાં કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા
દેશમાં 75 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. ભારતમાં સતત 33માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 25 કરોડ 90 લાખથી વધુ કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 34 લાખ 84 હજાર લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 38 કરોડ 13 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 17 લાખ 51 હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.