નવી દિલ્હી: દેશમાં કોરોનાના ઓછા થતાં કેસ અને રસીકરણની સ્થિતિ પર પત્રકાર પરિષદ કરી નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે કહ્યુ કે, હાલ વાયરસનું પ્રસારણ ખુબ ઓછુ છે. કોરોના વાયરસનો નવો વેરિએન્ટ 2020ના મુકાબલે વધુ સ્માર્ટ થઈ ગયો છે. આપણે વધુ સાવચેતી રાખવાની જરૂર છે. આપણે વધુ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું પડશે. માસ્ક પહેરીને રાખવુ પડશે. કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું પડશે. તેના વગર પરિસ્થિતિ ફરી ખરાબ થઈ શકે છે. 


તેમણે કહ્યું કે, ડેલ્ટા વેરિએન્ટે કોરોનાની બીજી લહેરમાં મહત્વની ભૂમિકા ભજવી. આ વેરિએન્ટના એક વધારાના મ્યૂટેશનની જાણકારી મળી છે, જેને ડેલ્ટા પ્લસના રૂપમાં ઓળખવામાં આવે છે. તેની વૈશ્વિક ડેટા સિસ્ટમ પ્રસ્તુત કરવામાં આવી છે. તે માર્ચમાં યૂરોપમાં જોવા મળ્યો હતો અને 13 જૂને જાહેર ડોમેનમાં લાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો એક પ્રકારનો ઇન્ટરેસ્ટ છે. હજુ આ વેરિએન્ટની ચિંતાને એક પ્રકારના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવી નથી. જાહેર ડોમેનમાં ઉપલબ્ધ આંકડા અનુસાર, આ વેરિએન્ટ મોનો ક્લોનલ એન્ટીબોડીના ઉપયોગને સમાપ્ત કરે છે. અમે આ વેરિએન્ટ વિશે અભ્યાસ કરશું અને માહિતી મેળવીશું. 


ડો. વીકે પોલે કહ્યુ કે, નોવાવૈક્સ વેક્સીનનું પરિણામ આશાજનક છે. અમે સાર્વજનિક ડોમેનમાં ઉપલબ્ધ ડેટા પરથી નિર્ણય લઈ રહ્યા છીએ કે આ રસી ખૂબ સલામત અને ખૂબ અસરકારક છે. તેનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવશે. ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી રહી છે અને એડવાન્સ તબક્કો પૂરો થવા પર છે. નોવાવૈક્સ વેક્સિનનું ઉત્પાદન થોડા સમય માટે રહેશે. હું તે પણ આશા કરી રહ્યો છું કે તે અમેરિકી કંપની નોવાવૈક્સ  બાળકો પર પણ ટ્રાયલ શરૂ કરશે. 


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 60,471 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,17,525 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 2726લોકોના મોત થયા છે.



  • કુલ કેસઃ બે કરોડ 95 લાખ 70 હજાર 881

  • કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 82 લાખ 80 હજાર 471

  • એક્ટિવ કેસઃ 9 લાખ 13 હજાર 378

  • કુલ મૃત્યુઆંકઃ 3,77,031


દેશમાં કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા