રાજીવ ગાંધીને લઇને આયોજીત એક કાર્યક્રમ દરમિયાન ગુરુવારે સાંજે સોનિયા ગાંધીએ કહ્યુ કે, પૂર્વ વડાપ્રધાને ક્યારેય પણ સત્તાનો ઉપયોગ લોકતંત્રના સિદ્ધાંતને ખતરામાં નાખવા માટે નથી કર્યો.
સોનિયા ગાંધીએ આ નિવેદન એવા સમયમાં આપ્યું છે જ્યારે યુપીએ સરકાર દરમિયાન નાણામંત્રી રહેલા સીનિયર કોગ્રેસ નેતા પી.ચિદંબરમની સીબીઆઇએ ધરપકડ કરી હતી. સીબીઆઇ કોર્ટે તેમને પાંચ દિવસના સીબીઆઇ રિમાન્ડ મોકલ્યા હતા. આઇએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર મામલામાં ચિદંબરમની ધરપકડ કરી હતી. ગુરુવારે સીબીઆઇની વિશેષ અદાલતે ચિદંબરમને 26 ઓગસ્ટ સુધી સીબીઆઇની રિમાન્ડ પર મોકલ્યા છે.
નોંધનીય છે કે કોગ્રેસ સરકાર તરફથી સતત સરકાર પર સંસ્થાઓ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.તાજેતરમાં જ લોકસભા ચૂંટણીમાં કોગ્રેસ પાર્ટીની હાર બાદ રાહુલ ગાંધીએ કોગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ સોનિયા ગાંધીને કોગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં કોગ્રેસના વચગાળાના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લીધો હતો.