નવી દિલ્લીઃ આમ આદમી પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા અને કેજરીવાલ સરકારના પૂર્વ મંત્રી સંદીપકુમારની મુશ્કેલીમાં વધારો થયો છે. સેક્સ સીડીમાં સંદીપ કુમાર સાથે દેખાનારી મહિલાએ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચી છે.   


ફરિયાદમાં મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, સેક્સ સીડી સંદીપ કુમાર મંત્રી બન્યા બાદની છે. મહિલાએ કહ્યુ હતું કે, સુલતાનપુરમાં ઘર ખરીદ્યા બાદ તે ત્યાં શિફ્ટ થઇ ગઇ હતી. નવી જગ્યા હોવાના લીધે સંદીપ કુમારને રેશન કાર્ડ બનાવવા માટે મળી ગઇ હતી. મહિલાએ કહ્યું કે, તે જ્યારે સંદીપ કુમારના કાર્યાલય પહોંચી ત્યારે તેને અંદર બેસાડી દીધી હતી. 


મહિલાનો આરોપ છે કે, આ દરમિયાન કૉલ્ડ ડ્રિંકની  બોટલ આપવામાં આવી હતી જેમાં નશીલો પદાર્થ ભેળવેલો હતો. કૉલ્ડ ડ્રિંક પીધા બાદ તે ભાનમાં ન હતી કે, તેણે શું કર્યું તેને ખબર ના હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે સીડી વાઇરલ કરી તેને બદનામ કરવામાં આવી છે. ફરિયાદ બાદ સંદીપ કુમાર પર ધરપકડની તલવાર લટકી રહી છે.