નવી દિલ્હીઃ જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે ત્રણ તલાકના મુદ્દે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પર આકરા પ્રહારો કર્યા છે. જાવેદ અખ્તરે મુસ્લિમ પર્સનલ લોડ બોર્ડને મુસલમાનોના સૌથી મોટા દુશ્મન ગણાવ્યા છે.


બોર્ડ સોગંદનામું રજૂ કર્યું

જાવેદ અખ્તરે ટ્વીટ કરીને કહ્યું કે, ત્રણ તલાકને યોગ્ય ગણાવનાર મુસ્લિમ પર્સનલ લો બોર્ડની આકટી ટીકા કરું છું. તે પોતાના જ સમુદાયના સૌથી મોટા દુશ્ન છે. ઉલ્લેખનીય છે કે, બોર્ડે ત્રણ તલાકને યોગ્ય ગણાવ્યા છે. બોર્ડે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. સોગંદનામામાં બોર્ડે કહ્યું કે, પર્સનલ લોમાં સામાજિક સુધારણાના નામે ફેરફાર કરી શકાય નહીં. તલાકની માન્યતા સુપ્રીમ કોર્ટ નક્કી ન કરી શકે.



 

બોર્ડે સોગંદનામામાં કહ્યું કે, લગ્ન અને દેખરેખ અલગ અલગ ધર્મમાં અલગ અલગ છે. એક ધર્મના અધિકારને લઈને કોર્ટ નિર્ણય ન આપી શકે. કુરાન અનુસાર તલાકથી બચવું જોઈએ, પરંતુ જરૂરત પડવા પર તેની મંજૂરી છે.