નવી દિલ્લી: જમ્મુ-કાશ્મીરની બે દિવસીય યાત્રાથી પાછા ફરેલા ગૃહમંત્રી રાજનાથ સિંહે મંગળવારે વડાપ્રધાન નરેંદ્ર મોદીને કાશ્મીરની સ્થિતિથી અવગત કરાવ્યા હતા. એક કલાક સુધી ચાલેલી આ બેઠકમાં ગૃહમંત્રીએ વડાપ્રધાનને રાજ્યની જમીની સ્થિતિ વિશે જાણકારી આપી હતી. આ જાણકારી ચાર અને પાંચ સપ્ટેબર માટે શ્રીનગર અને જમ્મુ ગયેલી સર્વદળીય પક્ષોનું શિષ્ટમંડળ તરફથી કરવામાં આવેલા આકલન પર આધારિત હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, આઈબી ચીફ અને ગૃહ મંત્રાલયના ટૉપ અધિકારી પણ સાથે રહ્યા હતા.

સિંહે વડાપ્રધાનના ઘરે મોદી સાથે મુલાકાત કર્યા પછી ટ્વિટમાં કહ્યું કે વડાપ્રધાનને સર્વદળીય પક્ષોનું શિષ્ટમંડળે જમ્મુ-કાશ્મીર યાત્રા વિશે જાણકારી આપી અને જમ્મુ-કાશ્મીરની સ્થિતિ વિશે રિપોર્ટ આપ્યો હતો. સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે, સર્વદળીય પક્ષોના સભ્યોએ પોતાના પ્રવાસ દરમિયાન કાઢેલા નિષ્કર્ષ બાદ ચર્ચા માટે બુધવારે અહીં બેઠક કરી શકે છે અને જમ્મુ-કાશ્મીર માટે ભવિષ્યની યોજનાઓ નક્કી કરી શકે છે.

કાશ્મીરમાં તણાવની સ્થિતિને પુરી કરવાની કોશિશ કરનાર સર્વદળીય પક્ષોના સભ્યોએ ગઈકાલે ખાસ ઉપલબ્ધિ વિના પોતાનો પ્રવાસ પુરો કરી નાંખ્યો હતો. શ્રીનગરમાં અમુક સાંસદોએ હર્રિયત નેતાઓનો દરવાજો ખટખટાવ્યો હતો, પરંતુ તેમને આ સાંસદો સાથે મળવા માટે મનાઈ કરી દેવામાં આવી હતી.