નવી દિલ્લીઃ કેંદ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે પેલેટ ગનના વિકલ્પના રૂપમાં ભીડ નિયંત્રી કરવા માટે મર્ચાના પાઉડર ભરેલા ગ્રેનેડનો ઉપયોગ કરવાને મંજૂરી આપી દીધી છે. સિંહે પોતાના નેતૃત્વમાં સર્વદલીય પ્રતિનિધિમંડળના અંશાત કશ્મીર પ્રવાસ પહેલા આ મંજૂરી આપી હતી. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહમંત્રીએ પેલેટ ગનના વિકલ્પના રૂપમાં પેલાર્ગોનિક એસિડ વેનિલાઇલ એમાઇડ એટલે કે, પાવાના ઉપયોગની મંજૂરી આપી હતી જેને નૉનિવેમાઇડ પણ કહેવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, કાલે કાશ્મીરમાં 1000 પાવા ગોળા પહોંચાડવામાં આવશે.