નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રની શરૂઆત થઇ ગઇ છે. રાજ્યસભાનું આ 250મું સત્ર છે. આ અવસર પર રાજ્યસભામાં અનેક નવા ફેરફાર જોવા મળ્યા હતા. રાજ્યસભાના ચેરમેન વેકૈયા નાયડુ જ્યારે આજે સંસદમાં આવ્યા તો તેમની સાથે જે માર્શલ ઉભા હોય છે તેમનો પહેરવેશ બદલાયેલો જોવા મળ્યો હતો. સંસદના માર્શલ અગાઉ સફેદ રંગની યૂનિફોર્મ પહેરતા હતા જે હવે બદલાઇ ગઇ છે અને તેઓ હવે સૈન્ય જેવો યુનિફોર્મ પહેરશે.


માર્શલના યુનિફોર્મને જોઇને સૌ કોઇ હેરાન થઇ ગયા હતા.  માર્શલનો ડ્રેસ સૈન્યના અધિકારીઓની યુનિફોર્મ જેવો થઇ ગયો હતો. જેનો રંગ ઓલિવ ગ્રીન છે અને તેમને હવે પાઘડીના બદલે કેપ પહેરવી પડશે. રાજ્યસભાની રચના 1952માં થઇ હતી. 26 નવેમ્બરના રોજ બંધારણને 70 વર્ષ પૂરા થઇ જશે. આ અવસર પર સંયુક્ત સત્ર બોલાવવામાં આવ્યું છે.