Women's Reservation Bill: મહિલા અનામત બિલ એટલે કે નારી શક્તિ વંદન કાયદો લોકસભામાં પસાર થયા બાદ આજે રાજ્યસભામાં તેની ચર્ચા થઈ હતી. ચર્ચા બાદ રાજ્યસભામાં પણ આ બિલ પર મતદાન થયું હતું. આ બિલની તરફેણમાં 215 વોટ પડ્યા હતા. આ બિલ હવે રાજ્યસભામાં પણ સર્વસંમતિથી પસાર થઈ ગયું છે. એક પણ સાંસદે આ બિલના વિરોધમાં વોટ આપ્યો નથી.


 






એક દિવસ પહેલા જ સંસદ અને વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપતું આ બિલ લોકસભામાં પસાર થયું હતું. બિલની તરફેણમાં 454 મત પડ્યા હતા, જ્યારે અસદુદ્દીન ઓવૈસી અને તેમની પાર્ટીના અન્ય સાંસદે તેની વિરુદ્ધમાં વોટ આપ્યો હતો. લોકસભામાં બિલ પાસ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે આ અભૂતપૂર્વ સમર્થન સાથે લોકસભામાં બિલ પાસ થતું જોઈને તેઓ ખુશ છે.


PM મોદીનું રાજ્યસભામાં સંબોધન
પીએમ મોદીએ કહ્યું કે આ બિલ પર બે દિવસથી મહત્વપૂર્ણ ચર્ચા થઈ રહી છે. બધા સહકર્મીઓએ અર્થપૂર્ણ ચર્ચા કરી. ભવિષ્યમાં પણ આ ચર્ચાનો દરેક શબ્દ આપણી યાત્રામાં ઉપયોગી થવાનો છે. આ બિલને સમર્થન આપવા બદલ હું દરેકનો આભાર વ્યક્ત કરું છું.


 






શા માટે ઓબીસી માટે અનામત નથી - મલ્લિકાર્જુન ખડગે
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મહિલા અનામત બિલમાં પણ ઓબીસી માટે કોઈ અનામત નથી. તમે તેમાં સુધારો કરી શકો છો, ઓબીસીને અનામત આપી શકો છો. તમે ઓબીસી મહિલાઓને કેમ પાછળ છોડી રહ્યા છો? શું તમે તેમને સાથે લેવા નથી માંગતા? કૃપા કરીને સ્પષ્ટતા કરો કે તમે તેને ક્યારે અમલમાં મૂકવા જઈ રહ્યા છો, અમને તારીખ અને વર્ષ જણાવો. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મહિલા આરક્ષણ બિલ હાલમાં જ લાગુ થવું જોઈએ. અમે બિનશરતી સમર્થન આપી રહ્યા છીએ. આમાં સીમાંકન અને વસ્તી ગણતરીની જરૂર નથી. એગ્રીકલ્ચર બિલ પણ પસાર થયું, ડિમોનેટાઈઝેશન થઈ ગયું, તો આપણે આને પણ પાસ કરી શકીએ છીએ.