રાજ્યસભામાં ગુજરાતના દલિતો પર અત્યાચાર અંગેનો મુદ્દો ઉછળતા હોબાળો થયો હતો. બસપાના માયાવતીએ રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના સોમનાથમાં ગૌહત્યાની શંકાના આધારે સાત દલિત યુવાનોને જાહેરમાં માર્યા હતા. જે મામલે ત્રણ પોલીસ અધિકારીઓને સસ્પેંડ કરવામાં આવ્યા છે.