નવી દિલ્હીઃ ચૂંટણી પંચે રાજ્યસભાની 55 સીટો માટે 17 રાજ્યોમાં 26 માર્ચે ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની સમય મર્યાદા બુધવારે સમાપ્ત થઈ હતી. પરંતુ આ પહેલા કેટલાક રાજ્યોમાં અનેક ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા હતા. હવે માત્ર 18 સીટો પર જ આગામી ગુરુવારે ચૂંટણી યોજાશે.

રાજ્યસભા માટે મહારાષ્ટ્રના સાત, તમિલનાડુમાં છ, બિહાર અને પશ્ચિમ બંગાળની પાંચ-પાંચ, ઓડિશાની ચાર, હરિયાણા તથા આસામની ત્રણ-ત્રણ, છત્તીસગઢો અને તેલંગાણામાં બે-બે તથા હિમાચલ પ્રદેશમાં એક સીટ પર ઉમેદવારોને બિનહરિફ ચૂંટાયા હતા.



તમિલનાડુમાં ઉમેદવારી પત્ર દાખલ કરનારા તમામ 6 ઉમેદવારો બિનહરિફ જાહેર થયા હતા. ડીએમકેના ત્રિચી શિવા, એઆર એલાંગો અને એંથિયુર સેલવરાજ, એઆઈએડીએમકેના કેપી મુનુસામી અને એમ થંબીદુરઈ તથા તમિલ મનિલા કોંગ્રેસના જી કે, વાસન વિજેતા જાહેર થયા હતા.

આ સાથે જ રાજ્યસભામાં ડીએમકની સંખ્યા વધીને 7 પર પહોંચી છે, જ્યારે એઆઈડીએમકેની સંખ્યા 11થી ઘટીને 9 થઈ છે.

રાજ્યસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં શરદ પવાર સહિત કયા સાત ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા, જાણો વિગત

રિલાયન્સ Jioના IUC ટોપ-અપ વાઉચર્સની કિંમત છે માત્ર રૂપિયા 10, મળે છે આટલા લાભ, જાણો વિગતે