પટના: ભારત સરકારમાં કેન્દ્રિય મંત્રી અને લોકજનશક્તિ પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રામવિલાસ પાસવાનનાં નાના ભાઇ રામચંદ્ર પાસવાનનું નિધન થયું છે. તેઓ દિલ્હીનાં રામમનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ હતાં.




ગૃહમંત્રી અમિત શાહે  રામવિલાસ પાસવાન સાથે મુલાકાત કરી તેમના નાના ભાઈના નિધન બાદ  શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે જ રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ તેમના ઘરે જઈ તેમને અંતિમ વિદાઈ આપી હતી.

રામવિલાસ પાસવાનના ભાઈ રામચંદ્ર પાસવાન બિહારની સમસ્તીપુર લોકસભા બેઠકનાં સાંસદ હતાં. 12-જૂલાઇએ તેમને હ્રદયરોગનો હુમલો આવ્યો હતો. બાદમાં તેમને આરએમએલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

રામચંદ્ર પાસવાને રવિવારે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતાં. રામચંદ્ર ચોથી વખત સાંસદ બન્યા હતાં. તાજેતરમાં 2019ની ચૂંટણીમાં તેઓ બીજી વખત સમસ્તીપુરથી સાંસદ તરીકે બીજી વખત ચૂંટાયા હતાં.