Central Minister Smriti Irani: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રામ મંદિરને લઈને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. ઈરાનીએ કેજરીવાલ પર સણસણતા પ્રહારો કરતા કહ્યું હતું કે, જ્યારે અયોધ્યામાં રામ મંદિર દુનિયાને સમર્પિત થશે ત્યારે કેજરીવાલને ફરી એકવાર નાનીજીનું સપનું આવશે.
હકીકતમાં કેન્દ્રીય મંત્રી ઈરાની રવિવારે મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર દિલ્હીમાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. પશ્ચિમ દિલ્હીના ઉત્તમ નગરમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા, સાંસદ પરવેશ સાહિબ સિંહ અને અન્ય નેતાઓ હાજર હતા.
પાણી અને વીજળી ન મળવાનો આક્ષેપ
આ દરમિયાન અમેઠીના લોકસભા સાંસદ ઈરાનીએ સીએમ કેજરીવાલ પર વધુ પ્રહાર કરતા કહ્યું હતું કે, રામરાજની સ્થાપના ભાજપે કરી હતી, પરંતુ દિલ્હીના મુખ્યમંત્રીને શરમ આવે છે. આમ આદમી પાર્ટી પર આરોપ લગાવતા તેમણે કહ્યું હતું કે, દિલ્હીમાં લોકોને ન તો પાણી મળે છે અને ન તો વીજળી. આ ઉપરાંત સ્મૃતિએ કોંગ્રેસ પણ નિશાન તાકતા કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી કહેતી હતી કે કોઈ ચા વેચનાર વડાપ્રધાન ન બની શકે, પરંતુ ભારતના લોકોએ કોંગ્રેસના આ ઘમંડને તોડીને ચકનાચૂર કરી નાખ્યો છે.
CM માત્ર જાહેરાતો કરીને હંગામો મચાવી રહ્યા છે - પ્રવેશ વર્મા
આ કાર્યક્રમમાં હાજર રહેલા બીજેપી સાંસદ પ્રવેશ સાહેબ વર્માએ કહ્યું હતું કે, CM કેજરીવાલે દિલ્હી માટે કંઈ કર્યું નથી, તેઓ માત્ર 550 કરોડની જાહેરાત કરીને હોબાળો મચાવી રહ્યા છે. કેજરીવાલ માત્ર પોતાના માટે જ કરે છે. તેમણે પોતાના ઘરમાં 4.5 કરોડ રૂપિયા ટોયલેટ સીટ પર ખરચી નાખ્યા. કોઈ બીમાર પડે તો કેજરીવાલ દ્વારા બનાવેલી હોસ્પિટલમાં નથી જતું. તો કોઈના યે ઘરમાં શુધ્ધ પાણી નથી આવતું. દરેકના ઘરે વીજળીનું બિલ પણ આવે જ છે.
કર્તવ્ય પથના દર્શન કરવા દરરોજ 60-70 હજાર લોકો આવે છે : સચદેવા
બીજી તરફ દિલ્હી પ્રદેશ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું હતું કે, આજે દિલ્હીમાં કર્તવ્ય પથને જોવા માટે રોજના 60-70 હજાર લોકો આવે છે જેને વડાપ્રધાને બનાવ્યો છે. સીએમ કેજરીવાલે તેમના ઘરમાં 8 લાખ પડદા લગાવ્યા, તેમના ઘરમાં 15 બાથરૂમ છે. સચદેવાએ કહ્યું હતું કે, કેજરીવાલે દારૂનું કૌભાંડ કર્યું અને પોતાના માટે 52 કરોડનો મહેલ બનાવ્યો.