નવી દિલ્હીઃ અયોધ્યા ભૂમિ પૂજનને ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. ભૂમિ પૂજનને ભવ્ય અને ઐતિહાસિક બનાવવાના શક્ય તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં 175 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. વિવિધ સપ્રદાયો સહિત અનેક મોટા સામાજિક અને રાજકીય હસ્તીઓ પણ સામેલ છે પરંતુ કેટલાક લોકો પૂજનમાં સામેલ નહીં થાય.
રામ મંદિર ભૂમિ પૂજનમાં અડવાણી, મુરલી મનોહર જોશી અને કલ્યાણ સિંહને આમંત્રણ નથી આપવામાં આવ્યું. મંદિર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાય અને કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરીએ આમંત્રણ ન આપવામાં આવ્યું હોવાની પુષ્ટિ કરી છે. ચંપત રાયે કહ્યું- અડવાણીના કારણે રામ મંદિર આંદોલન સફળ થયું છે. ત્રણેય નેતાઓ સાથે ફોન પર વાત થઈ હોવાનો તેમણે દાવો કર્યો છે.
ઉમા ભારતીઃ ભાજપના દિગ્ગજ નેતા ઉમા ભારતી પૂજન કાર્યક્રમમાં સામેલ નહીં થાય. તેમને આમંત્રણ મોકલવામાં આવ્યું છે પરંતુ કોરોના સંક્રમણને જોતા ઉમા ભારતીએ કાર્યક્રમથી અંતર બનાવી લીધું છે. તે ભલે કાર્યક્રમમાં સામેલ નહીં થાય પરંતુ કાર્યક્રમ સ્થળેથી બધા લોકોના જતા રહ્યા બાદ રામલલાના દર્શન કરશે. આ માટે તે આજે અયોધ્યા પહોંચશે.
સ્વામી વાસુદેવાનંદઃ પ્રયાગરાજના સ્વામી વાસુદેવાનંદ મહારાજ પણ કાર્યક્રમમાં સામેલ નહીં થાય તેમ જાણવા મળ્યુ છે. જાણકારી મુજબ, ચાતુર્માસના કારણે સ્વામી વાસુદેવાનંદ મહારાજ તેમની ગાદી નહીં છોડે. ટ્રસ્ટે તેમને પણ આમંત્રણ આપ્યું છે.
કે. પરાસરણઃ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કે. પરાસરણ પણ ભૂમિ પૂજન કાર્યક્રમમાં સામેલ નહીં થાય. પરાસરણ સુપ્રીમ કોર્ટમાં રામ મંદિરના પક્ષકાર પણ રહ્યા છે. વધારે ઉંમર હોવાના કારણે પરાસરણ ચેન્નઈથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ભૂમિપૂજનમાં સામેલ થશે.
અમિત શાહઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રામ મંદિર ભૂમિ પૂજનમાં નહીં સામેલ થાય. 2 ઓગસ્ટના રોજ અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તેથી તેઓ પણ ભૂમિ પૂજનમાં સામેલ નહીં થાય.
રાજસ્થાનઃ બળવાખોર ધારાસભ્યોની કોંગ્રેસમાં વાપસી માટે પાર્ટીએ શું રાખી શરત ? જાણો વિગત
રામ મંદિર ભૂમિ પૂજનઃ આ દિગ્ગજ હસ્તીઓ નહીં થાય કાર્યક્રમમાં સામેલ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Aug 2020 04:59 PM (IST)
અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજનને ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. ભૂમિ પૂજનને ભવ્ય અને ઐતિહાસિક બનાવવાના શક્ય તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -