તેમણે કહ્યું, સનાતમ ધર્મનો મૂળ આધાર વેદ છે. વેદ મુજબ કરવામાં આવેલા કર્મ યજ્ઞ કહેવાય છે, જે કાળ ગણના પર આધારિત છે. કાળ ગણના અને કાળખંડ વિશેષના શુભ-અશુભના જ્ઞાન જ્યોતિષ શાસ્ત્રથી હોય છે. તેથી જ્યોતિષને વેદાંગ કહેવામાં આવ્યા છે. તેથી સનાતમ ધર્મના દરેક અનુયાયી તેમનું કાર્ય ઉત્તમ કાળખંડમાં આરંભ કરે છે, જેને શુભ મુહૂર્તથી ઓળખવામાં આવે છે.
શંકરાચાર્યએ કહ્યું, દરેક નાના મોટા કાર્યને શુભ મુહૂર્તમાં સંપન્ન કરનારો સનાતની સમાજ આજે દુખી છે. સમગ્ર દેશમાં કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર રામ મંદિર કોઈ શુભ મુહૂર્ત વગર શરૂ થવા જઈ રહ્યું છે.
પ્રયાગરાજના જ્યોતિષાચાર્ય આચાર્ય અવિનાશ રાયે 5 ઓગસ્ટે શુભ મુહર્ત નહીં હોવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, આ સમયે ભૂમિ પૂજન કરવું યોગ્ય નથી. ચાતુર્માસમાં દેવાલયનું ભૂમિ પૂજન અને શિલાન્યાસ આમ પણ ન કરવું જોઈએ. જ્યોતિશષાચાર્ય અનુસાર પાંચ ઓગસ્ટે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પણ શુભ યોગ નથી બનાવી રહ્યા. આ મુહૂર્તમાં ભૂમિ પૂજનથી નિર્માણમાં અનેક પ્રકારના અવરોધો ઉત્પન્ન થઈ શકે છે.
અયોધ્યામાં પાંચ ઓગસ્ટે થનારા રામલલાના ભવ્ય મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજનમાં તીર્થરાજ પ્રયાગરાજના ત્રિવેણી સંગમની જળનો ઉપયોગ કરવામાં આવશે. ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના ત્રિવેણી સંગમનું જળ લાવવાની જવાબદારી મંદિર આંદોલનમાં અગ્રણી ભૂમિકા ભજવનાર સંગઠન વિશ્વ હિંદુ પરિષદને આપવામાં આવી છે.
મંદિરની કેટલીક વિશેષતા
- મંદિરની ઊંચાઈ 161 ફૂટ હશે અને તેમાં ત્રણના બદલે પાંચ ગુંબજ હશે.
- સોમપુરા માર્બલ બ્રિક્સ જ મંદિરનું નિર્માણ કરશે. સોમનાથ મંદિર પણ આ લોકો જ બનાવ્યું છે.
- મંદિર માટે 10 કરોડ પરિવારો દાન આપશે.
- મંદિરના પાયાનું નિર્માણ માટીની ક્ષમતાના આધારે 60 મીટર નીચે કરાયું છે.