નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાજરીમાં 5મી ઓગસ્ટે આયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટેનુ ભૂમિ પૂજન સંપન્ન થઇ ચૂક્યુ છે. નિર્માણ કાર્ય શરૂ થઇ ગયુ છે. પરંતુ આ મામલે હજુ રાજકારણ યથાવત જ છે. એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીને રામ મંદિર નિર્માણનો વિરોધ કરવો ભારે પડી રહ્યો છે.


શિયા વક્ફ બોર્ડના ચેરમેન સૈયદ વસીમ રિઝવીએ ઓવૈસીને જડબાતોડ જવાબ આપ્યો આપ્યો છે. રિઝવીએ કહ્યું કે, ઓવૈસીને પાકિસ્તાન જતુ રહેવુ જોઇએ, અને દેશના મુસ્લિમોને શાંતિથી રહેવા દેવા જોઇએ.વસીમ રિઝવીએ એક વીડિયો મેસેજ શેર કર્યો છે, રિઝવીએ ઓવૈસીને રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના ફેંસલાને લઇને ચુપ રહેવાની સલાહ આપી છે. રિઝવીએ કહ્યું કે, ભારતીય બંધારણના નિયમો અનંર્ગત બધા બંધાયેલા છે. સુપ્રીમ કોર્ટે યોગ્ય રીતે રામ મંદિરના નિર્માણનો માર્ગ બહાર કાઢ્યો છે, જે સદીઓથી હિન્દુઓ માટે હતો.



સાથે સાથે રિઝવીએ ઓવૈસીને હિન્દુ-મુસ્લિમની રાજનીતીને બંધ કરવાનુ કહ્યુ છે. તેમને કહ્યું કે આનાથી ખુનખરાબા સિવાય કંઇજ નથી થતુ. રિઝવીએ કહ્યું કે, તાલિબાની નેતા મુલ્લા મોહમ્મદ ઉમર અને અલ કાયદા ચીફ ઓસામા બિન લાદેન માર્યા ગયા છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશોને તમારી જરૂર છે, ભારતમાં મુસ્લિમોને શાંતિથી રહેવા દો.

ઓવૈસીએ રામ મંદિર નિર્માણ માટેના ભૂમિ પૂજનને લઇને કહ્યું હતુ કે, પીએમ મોદીએ ભૂમિ પૂજનમાં ના જવુ જોઇએ. તેને કહ્યું હતુ કે પીએમ કોઇ ખાસ ધર્મના નથી હોતા, પીએમ મોદીએ 15 ઓગસ્ટને આજે 5 સાથે મીલાવી દીધી છે.