Ram Navami 2021:પંચાગ મુજબ રામ નવમી 21 એપ્રિલે મનાવાશે. આ દિવસે વિશેષ યોગનું નિર્માણ થઇ રહ્યું છે. શુભ મૂહૂર્તમાં ભગવાન રામની પૂજા કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે.
Ram Navami 2021: રામ નવમીનું પર્વ ભગવાન રામના જન્મ દિવસના રૂપે મનાવવામાં આવે છે. પંચાગ મુજબ ચૈત્ર માસની શુકલ પક્ષની નવમી તિથિ 21 એપ્રિલે બુધવારે આ પર્વ મનાવાશે. આજના દિવસે ઉપવાસ સાથે ભગવાન રામની સ્થાપના સાથે ષોડસોપચારે પૂજન કરી નૈવદ્ય ધરાવીને આરતી કરવી. રામ નવમીના અવસરે રામ ભગવાનની વિધિ પૂર્વક ભાવ શ્રદ્ધાથી પૂજા આરતી અને વ્રત કરવાથી મનોકામનાની પૂર્તિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વૃદ્ધિ થાય છે. હિન્દુ ધર્મમાં રામ નવમીનું વિશેષ મહત્વ છે. મંદિરોમાં પણ રામનવમીના દિવસે વિશેષ પૂજાપાઠનું આયોજન કરવામાં આવે છે.
રામ નવમીનું શુભ મૂહૂર્ત
- નવમી તિથિનો પ્રારંભ:21 એપ્રિલ રાત્રે 00: 43 વાગ્યે
- નવમી તિથિની સમાપ્તિ: રાત્રે 00.35 વાગ્યે
- પૂજા માટે શુભ મૂહૂર્ત: સવારે 11 અને 2 મિનિટથી બપોરે 01થી 38 મિનિટ સુધી
- પૂજાની કુલ અવધિ : 2 કલાકને 36 મિનિટ
રામનવમીએ કરો આ ઉપાય
રામ નવમીના દિવસે રામની પૂજા આરાધનાથી જીવનમાં આવનાર કષ્ટોથી મુક્તિ મળે છે. નવરાત્રિ એટલે ચૈત્ર નવરાત્રિનો અંતિમ દિવસ, આ કારણે પણ આ દિવસનું મહત્વ વધી જાય છે. રામ નવમીએ રામ ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે માતા-પિતાના ચરણસ્પર્શ કરીને તેમના આશિષ લો અને તેમને ભેટ સોગાદ આપો. માતા પિતાની સેવા કરો, તેનાથી ભગવાન રામ પ્રસન્ન થાય છે.
રામરક્ષા સ્ત્રોત પાઠ કરો
જીવનમાં શિક્ષા, વ્યાપાર, કરિયર સાથે જોડાયેલી કોઇ પણ પરેશાની હોય તો રામ નવમીના દિવસે રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો તે ઉત્તમ ફળદાયી છે. રામરક્ષા સ્ત્રોતનો પાઠ કરવાથી રામના પરમ સેવક, ભક્ત હનુમાનજી પણ પ્રસન્ન થાય છે અને કષ્ટભંજનના પણ આશિષ મળે છે.