નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં ભાજપના મંડી (હિમાચલ પ્રદેશ)થી સાંસદનું શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું છે. સાંસદનું નામ રામસ્વરૂપ શર્મા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના તેમના દિલ્હી સ્થિત ઘરની છે. સાંસદનું ઘર આરએમએલ હોસ્પિટલની નજીક બનેલ ફ્લેટમાં છે. મોતનું કારણ હાલમાં જાણી શકાયું નથી. પોલીસ આ કેસમાં તપસામાં લાગી ગઈ છે. 


સ્ટાફ કર્મચારીઓએ પોલીસને આપી હતી જાણકારી


રામસ્વરૂપ શર્માના સ્ટાફ કર્મચારીઓએ પોલીસને તેમના મોતની જાણકારી આપી હતી. દિલ્હી પોલસ અનુસાર સાંસદ રામસ્વરૂપ શર્માનો રૂમ અંદરથી બંધ હતો અને તેમણે ફાંસી લગાવી લીધેલી હતી પોલીસના પહોંચ્યા બાદ જ ગેટ તોડવામાં આવ્યો. દિલ્હી પોલીસ અનુસાર સાંસદ રામસ્વરૂપ શર્માનો રૂમ અંદરથી બંધ હતો અને તેમણે ગળે ફાંસો ખાઈ લીધો હતો. પોલીસે એ પણ જણાવ્યું કે, રામસ્વરૂપ શર્મને ફાંસી પરથી ઉતારીને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે જ તેમણે દમ તોડી દીધો હતો. હજુ સુધી કોઈ સુસાઈડ નોટની વાત સામે આવી નથી. પોલીસ પોતાની રીતે તપાસ કરી રહી છે. 




નડ્ડા-શાહ અંતિમ દર્શન માટે પહોંચ્યા 


હાલમાં કેન્દ્રીય નામા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર રામસ્વરૂપના ઘરે પહોંચ્યા છે. થોડી વારમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ નોર્થ એવન્યૂમાં રામ સ્વરૂપ શર્માના અંતિમ દર્શન માટે પહોંચશે. 


રામસ્વરૂપનો જન્મ 10 જૂન 1958ના રોજ થયો હતો. વર્ષ 1980માં તેમણે ચંપા શર્મા સાથે લગ્ન કર્યા હતા. તેમને ત્રણ બાળકો છે. તેઓ હિમાચલમાં સિવિલ સપ્લાઈના ઉપાધ્યક્ષ પદ પર પણ રહ્યા છે. તેઓ 16મી લોકસભા માટે હિમાચલ પ્રદેશના મંડીથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.