અયોધ્યાઃ રામ મંદિર નિર્માણને લઈને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આજે મહત્ત્વની બેઠક અયોધ્યામાં મળી હતી. આ બેઠક પર ભૂમિ પૂજન માટે 3 ઓગસ્ટ અને 5 ઓગસ્ટની તારીખ પર ચર્ચા કરવામાં આવી છે. રામ જન્મભૂમિ ટ્રસ્ટે વડાપ્રધાન કાર્યાલયને બે તારીખ મોકલાવી દીધી છે, જે અંગે પીએમઓ અંતિમ નિર્ણય લેશે.


રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રેસ્ટના સભ્ય કામેશ્વર ચૌપાલે કહ્યું કે, 3 અને 5 ઓગસ્ટની તારીખ ભૂમિ પૂજન માટે મોકલવામાં આવી છે. આ બેઠકમાં મંદિર શિલાન્યાસની તારીખો સિવાય મંદિરની ઉંચાઈ અને નિર્માણની વ્યવસ્થાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. રામ મંદિર 161 ફૂટ ઊંચું રહેશે. ત્રણના બદલે હવે પાંચ ગુંબજ બનાવવામાં આવશે.