લખનઉઃ ઉત્તરપ્રદેશમાં કોરોના સંક્રમણ મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી ગયું છે. ત્યાં તૈનાત કર્મચારી કોરોના સંક્રમિત મળી આવ્યો છે. જે બાદ 48 કલાક માટે સીએમઓ સીલ કરી દેવામાં આવ્યું છે.


રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા હોવાથી મુખ્યમંત્રી નારાજ છે. શુક્રવારે રાજ્યમાં 24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધારે 38 લોકોના મોત થયા હતા.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ઉત્તરપ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 45,163 પર પહોંચી છે. જ્યારે 1084 લોકોના મોત થયા છે. રાજ્યમાં 27,634 લોકો સાજા થઈ ગયા છે અને 16,445 એક્ટિવ કેસ છે.

રાજસ્થાન સંકટને લઈ પ્રથમ વાર આવ્યું વસુંધરા રાજેનું નિવેદન, કોંગ્રેસના આંતરિક વિવાદનું નુકસાન ભોગવી રહી છે રાજ્યની જનતા

મા-બાપ તેમનું બાળક ટીમ ઈન્ડિયા તરફથી નહીં પણ IPLમાં રમે તેમ ઈચ્છે છેઃ કપિલ દેવ

કોરોના વાયરસનું વધુ એક લક્ષણ આવ્યું સામે, જાણો વિગતે