નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં પાણીને ગુણવત્તાને લઇને ફરી એકવાર રાજકારણ ગરમાયુ છે. પાણીની ગુણવત્તા પર જ્યારથી રિપોર્ટ આવ્યો છે ત્યારથી દિલ્હીમાં હલચલ મચી ગઇ છ. 21 શહેરોના રિપોર્ટમાં દિલ્હીનુ પાણી સૌથી ગંદુ નીકળ્યુ છે. આ બાદ કેજરીવાલ સરકાર અને કેન્દ્ર સરકાર આમને સામને આવી ગયા છે.


દિલ્હીમાં પાણીનુ સ્તર તપાસવા માટે બન્ને નેતાઓ એકબીજાને પડકાર ફેંકી રહ્યા છે, ઉપભોગતા મંત્રી પાસવાને ફરીથી તપાસ કરાવવા માટે એક ટીમ પણ બનાવી છે.

દિલ્હીનું પાણી સૌથી ગંદુઃ રિપોર્ટ
ખરેખરમાં, બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ)ના લિસ્ટમાં દિલ્હીનુ પાણી સૌથી ગંદુ બતાવવામાં આવ્યુ છે. અરવિંદ કેજરીવાલ સતત બીઆઇએસના લિસ્ટને રાજકીય પ્રેરિત બતાવી રહ્યાં છે. હવે પાણી પર આવેલા રાજકારણમાં હવે કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને પણ કેજરીવાલને એક ચિઠ્ઠી લખીને પડકાર ફેક્યો છે.

પાસવાને કહ્યું કે, કેજરીવાલ પાણીની તપાસ માટે પોતાનો પ્રતિનિધિ બતાવે, અમે જ્યાં કહેશો ત્યાં જઇને પાણીનુ સેમ્પલ લઇશું. અમે તેને ટેસ્ટ કરીને બતાવીશું. દિલ્હીનુ પાણી સૌથી ગંદુ છે.