Ram Vilas Paswan Death: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ રામવિલાસ પાસવાનના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે એક સારા મિત્ર ગણાવતા કહ્યું કે મને અંગત નુકસાન થયું છે.


પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દુખ વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. આપણા દેશમાં એક એવી અર્પૂતિ થઈ જે કદાચ ક્યારેય નહી ભરાય. મે એક એવા સરસ મિત્ર ગુમાવ્યા છે જે જે ઉત્સાહપૂર્વક હંમેશા એ સુનિશ્ચિત કરવા ઈચ્છતા દરેક ગરીબ વ્યક્તિ સમ્માનપૂર્વક જીવન જીવે.


પીએમ મોદીએ કહ્યું કે રામવિલાસ પાસવાન ખૂબ મહેનત કરી રાજનીતિમાં ઉપર આવ્યા હતા. કટોકટી દરમિયાન તેમણે નિરંકુશતા અને આપણા લોકતંત્ર પર પ્રહારનો વિરોધ કર્યો હતો.

કેંદ્રિય મંત્રી રામવિલાસ પાસવાનને દિકરા ચિરાગ પાસવાને તેમના નિધનની જાણકારી આપી છે. લોક જનશક્તિ પાર્ટીના 74 વર્ષના નેતા પાસવાનનું એક હોસ્પિટલમાં હ્દયનું ઓપરેશન થયું હતું.

રામવિલાસ પાસવાન પાંચ દાયકા કરતા વધારે સમયથી રાજકારણમાં સક્રિય હતા. પાસવાન દેશના દિગ્ગજ નેતાઓમાંથી એક હતા. રામવિલાસ પાસવાન ખાદ્ય અને સાર્વજનિક વિત્તરણ મામલાના મંત્રી હતા. ચિરાગ પાસવાને ટ્વિટ કર્યું, 'પાપા....હવે તમે આ દુનિયામાં નથી પરંતુ મને ખબર છે, તમે જ્યા પણ છો, હંમેશા મારી સાથે છો. તમે ખૂબ યાદ આવી રહ્યા છો પાપા.'