રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી રહ્યું કેંદ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના નિધનથી દેશે એક દૂરદર્શી નેતા ગુમાવ્યા છે. તેમની ગણના સર્વાધિક સક્રિય તથા સૌથી લાંબા સમય સુધી જનસેવા કરનારા સાંસદોમાં કરવામાં આવે ચે. તેઓ વંચિત વર્ગ માટે અવાજ ઉઠાવનારા અને સામાન્ય લોકો માટે સતત સંઘર્ષ કરનારા જનસેવક હતા. કટોકટી વિરોધી આંદોલન દરમિયાન જયપ્રકાશ નારાયણ જેવા દિગ્ગજો પાસેથી લોકસેવાની શીખ લેનારા પાસવાનજી ફાયરબ્રાન્ડ સમાજવાદીના રૂપમાં ઉભરી આવ્યા હતા. તે લોકો સાથે ઉંડાણ પૂર્વક જોડાયેલા હતા. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે મારી શોક સંવેદના.
રક્ષામંત્રી રાજનાથ સિંહે રામવિલાસ પાસવાનના આકસ્મિત નિધનને લઈને દુ:ખ વ્યક્ત કર્યું છે.
રામવિલાસ પાસવાન છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા. એઈમ્સમાં 2 ઓક્ટોબરની રાતે તેમની હાર્ટ સર્જરી કરાઈ હતી. આ પાસવાનની બીજી હાર્ટ સર્જરી હતી. આ પહેલા પણ તેમની એક બાયપાસ સર્જરી થઈ હતી.