નવી દિલ્હી: પુલવામા હુમલાનો બદલો લેતા ભારતીય વાયુસેનાએ પીઓકેમાં જઈને મોટી કાર્યવાહી કરી છે. કેંદ્રીય મંત્રી અને આરએલએસપી અધ્યક્ષ રામવિલાસ પાસવાને ભારતીય વાયુસેનાની કાર્યવાહી પર સેનાને દેશવાસિઓ તરફથી શુભકામનાઓ આપી હતી. પાસવાને કહ્યું, દેશને ભારતીય સેના પર ગર્વ છે.


રામવિલાસ પાસવાને ટ્વિટ કરતા કહ્યું,- આતંકવાદ સામે સફળ સૈન્ય કાર્યવાહી માટે સેનાને દેશવાસિયો તરફથી શુભકામનાઓ. દેશને તમારા પર ગર્વ છે. મે કાલે પણ કહ્યું હતું કે ધીરજ રાખો અને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર વિશ્વાસ રાખો.


ભારતીય વાયુસેનાએ 12 મિરાજ-2000 વિમાનો દ્વારા પીઓકેમાં ધમધમતા 12 આતંકી કેમ્પોને ઉડાવી દીધા, એરફોર્સના આ એટેકમાં બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના 350થી વધુ આતંકીઓ ઠાર માર્યા છે.