નવી દિલ્હી: લોકપ્રિય ટીવી સીરિયલ રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલે હવે રાજકારણમાં એન્ટ્રી મારી છે. અરુણ ગોવિલ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા છે. બંગાળ ચૂંટણીમાં અરુણ ગોવિલ ભાજપ તરફથી ધુઆંધાર પ્રચાર કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, બંગાળમાં ગોવિલ લગભગ 100 જેટલી સભાઓ કરશે.
બંગાળમાં થોડાક દિવસોમાં વિધાસભા ચૂંટણી યોજાવાની છે. જો કે, તે પહેલા અભિનેતા અરુણ ગોવિલ ભાજપમાં જોડાઈ ગયા છે. અરુણ ગોવિલ એવા અભિનેતા છે જે 90ના દાયકામાં ટેલીવિઝન સીરિયલ રામાયણથી લોકપ્રિય બન્યા હતા. રામાનંદ સાગરની ‘રામાયણ’માં અરુણ ગોવિલે ભગવાન રામની ભૂમિકા ભજવી હતી અને ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી.
અરુણ ગોવિલ કહે છે કે, 'ભગવાન રામની ભૂમિકા ભજવ્યા બાદ મને બોલિવૂડમાં કામ નથી મળ્યું. મને તેનો પસ્તાવો છે, પરંતુ બાદમાં મને સમજાયું કે વ્યવસાયિક ફિલ્મો કર્યા બાદ મને જે ખ્યાતિ, પ્રેમ અને ઓળખ નહીં મળતી તે રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવ્યા પછી મળી. રામાયણે મને જે આપ્યું તે 100 બોલિવૂડ ફિલ્મો પણ આપી શકતી નથી.
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં 294 વિધાનસભા સીટો પર આઠ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. 27 માર્ચના રોજ પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 30 સીટો પર વોટિંગ થવાનું છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં આઠ તબક્કમાં મતદાન થશે. અન્ય રાજ્યોની સાથે 2મેના રોજ પરિણામ જાહેર થશે. પશ્ચિમ બંગાળમાં 1 લાખ એક હજાર 916 મતદાન કેંદ્ર બનાવાશે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની કુલ 294 બેઠક છે. 2016ની વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીએ જીત મેળવી હતી.
પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચના રોજ અને બીજા તબક્કામાં 1લી એપ્રિલના રોજ યોજાશે. ત્રીજા તબક્કામાં 6 એપ્રિલ, ચોથા તબક્કાનું 10 એપ્રિલ, પાંચમાં તબક્કાનું 17 એપ્રિલ, છઠ્ઠા તબક્કાનું 22 એપ્રિલ, સાતમાં તબક્કાનું મતદાન 26 એપ્રિલ અને આઠમાં તબક્કાનું મતદાન 29 એપ્રિલના રોજ યોજાશે. પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં મત ગણતરી 2 મેના રોજ થશે.
પશ્ચિમ બંગાળ વિધાનસભાની કુલ 294 બેઠક છે. 2016ની વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીએ 211 બેઠક જીતી જબરદસ્ત વાપસી કરી હતી. પરંતુ 3 વર્ષ બાદ એટલે કે, 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે 42માંથી 18 બેઠક જીતી ઇતિહાસ સર્જયો હતો.