નવી દિલ્હીઃ ઉત્તરાખંડના પૂર્વ મંત્રી અને બીજેપીના નેતા હરકસિંહ રાવત વિરુદ્ધ એક મહિલાએ રેપનો કેસ દાખલ કરાવ્યો છે. 32 વર્ષીય એક યુવતીએ દિલ્હીના સફદરજંગ પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે હરકસિહ કોગ્રેસમાંથી બળવો કરી બીજેપીમાં સામેલ થયા હતા. પોલીસ હાલમાં કેસની તપાસ શરૂ કરી છે.
દિલ્હી પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે, પોલીસ હરક સિંહ રાવતની આ મામલે પૂછપરછની તૈયારી કરી રહી છે. નોંધનીય છે કે શુક્રવારે રાત્રે જે મહિલાએ કેસ દાખલ કરાવ્યો છે તે મહિલાએ 2014માં પણ આ જ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો હતો પણ ત્યારે તેણે કેસ પાછો ખેંચી લીધો હતો.