740 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપમાં રેનબેક્સીના પૂર્વ CEO શિવિંદર સિંહની ધરપકડ
abpasmita.in | 10 Oct 2019 11:11 PM (IST)
શિવિંદર સિંહ સહિત ચાર લોકો પર 740 કરોડ રૂપિયાનો છેતરપિંડી કરવાનો આરોપ છે. આ મામલામાં શિવિંદરના ભાઈ મલવિંદર પણ આરોપી છે.
નવી દિલ્હીઃ દવા કંપની રેનબેક્સીના પૂર્વ સીઈઓ શિવિંદર સિંહ સહિત ત્રણ લોકોની દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રેલિગેયર ફિનવેસ્ટ લિમીટેડની ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. શિવિંદર રેલિગેયર ફિનવેસ્ટના પૂર્વ પ્રમોટર છે. શિવિંદર સિંહ સહિત ચાર લોકો પર 740 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. આ મામલામાં શિવિંદરના ભાઈ મલવિંદર પણ આરોપી છે. સિંહ ભાઈઓએ પોતાની દવા કંપની રેનબેક્સીને જાપાનની એક દવા નિર્માતા કંપીને 4.6 બિલિયન ડૉલરમાં વેચી દીધી હતી. ઈડીએ આ વર્ષે ઓગસ્ટ મહીનામાં રૈનબેક્સીના પૂર્વ પ્રમોટર માલવિંદર મોહન સિંહ અને તેના ભાઈ શિવિંદર મોહનસિંહના ઘરે તપાસ કરી હતી અને મની લોન્ડ્રિંગના આરોપમાં તેના દલ્હી સ્થિત ઘરે પર તપાસ કરાઈ હતી. રેલિગેયર ફિનવેસ્ટે ડિસેમ્બરમાં શિવિંદર અને મલવિંદર વિરુદ્ધ કરાયેલી ફરિયાદ પર કાર્યવાહી કરી હતી.