ભાજપ શાસિત આ રાજ્યમાં આધાર સાથે લિંક કરાવી પડશે પ્રોપર્ટી
abpasmita.in | 10 Oct 2019 09:52 PM (IST)
પ્રારંભિક તબક્કામાં આ યોજના લખનઉ, કાનપુર, આગ્રા, ગાજિયાબાદ, વારાણસી, મેરઠ અને પ્રયાગરાજમાં લાગુ કરાશે.
લખનઉઃઉત્તર પ્રદેશમાં તમામ શહેરી સંપત્તિઓને તેના માલિકના આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે કર્ણાટક સરકારની જેમ અહીં પણ અર્બન પ્રોપર્ટીઝ ઓનરશિપ રેકોર્ડ યોજના લાગુ કરવાની તૈયારી કરી રહી છે. એક સીનિયર અધિકારીએ કહ્યું કે, આ યોજનાની મદદથી બેનામી સંપત્તિઓ અને અન્ય સંપત્તિઓની ઓળખ કરવામાં સહાયતા મળશે અને નગર નિગમોમાં કરની આવક પણ વધશે. વર્તમાનમાં મોટાભાગના નગર નિગમોમાં એ ક્ષેત્રમાં આવનારી સંપત્તિઓના માલિકના હકનું વિવરણ નથી. જેનાથી વારંવાર કાયદાકીય વિવાદ થતાં રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ યોજના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મુખ્ય આર્થિક સલાહકાર કે.વી રાજૂની સલાહ પર લાગુ કરવામાં આવી રહી છે. અધિકારીએ કહ્યું કે, પ્રારંભિક તબક્કામાં આ યોજના લખનઉ, કાનપુર, આગ્રા, ગાજિયાબાદ, વારાણસી, મેરઠ અને પ્રયાગરાજમાં લાગુ કરાશે. રાજ્ય સરકાર સર્વે ઓફ ઇન્ડિયા પાસેથી ટેકનિકલ મદદ લેશે અને એક નિવૃત આઇએએસ અધિકારીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય કમિટી બનાવવામાં આવશે.