રાંચીઃ જેમ્પમાં એક પોલીસ જવાનને તેની પત્નીએ રંગરેલીયા મનાવતા રંગેહાથ પકડી પાડ્યો, પરંતુ ચોરી પકડાઇ જતાં જવાન સીનાચોરી પર ઉતરી આવ્યો અને બાદમાં તેને પોતાની જ પત્નીને ધુલાઇ કરી દીધી. પતિ વિકાસ થાપા અને પ્રેમિકાએ મળીને પત્ની સુષ્મિતાની જબરદસ્ત ધુલાઇ કરી દીધી. હવે આ કિસ્સમાં પત્નીએ પોલીસ સ્ટેશન પહોંચીને ન્યાય માંગી રહી છે. અનૈતિક સંબંધોના કારણે જેમ્પના પોલીસ જવાન વિકાસ થાપાએ પોતાની જ પત્ની સુષ્મિતાની પ્રેમિકાની સાથે મળીને ધુલાઇ કરી દીધી. પીડિતા ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ. આ મારમારીનો વીડિયો પણ ત્યાં હાજર રહેલી કેટલીક મહિલાઓએ બનાવી લીધો છે.  


ખરેખરમાં, મહિલાના લગ્ન 10 વર્ષ પહેલા જેમ્પમાં કાર્યરત પોલીસ જવાન સાથે થયા હતા, પીડિત પત્નીનો આરોપ છેકે લ્ગન બાદથી જ પોલીસ જવાનનો સંબંધો કોઇ અન્ય મહિલા કે પછી છોકરી સાથે રહ્યો છે. જેના કારણે તે અવારનવાર ઘરમાં કજીયો થતો રહેતો હતો. પીડિતા સુષ્મિતાએ બતાવ્યુ કે, તાજેતરના જ દિવસોમાં વિકાસનો પ્રેમ સંબંધ જેમ્પમાં જ કાર્યરત એક યુવતી સાથે થયો, ત્યારબાદથી જે હંમેશા તેના ઘરે અવરજવર કરતો હતો. આની જાણકારી મળ્યા બાદ સુષ્મિતા કેટલીક મહિલાઓની સાથે યુવતીના ઘરે પહોંચી ગઇ. ત્યાં પોતાના પતીને તેની પ્રેમિકા સાથે શારીરિક સુખ માણીને રંગરેલીયા મનાવી રહ્યો હતો આ દરમિયાન તેને નગ્નાવસ્થામાં ઝડપી પાડ્યો, અને બન્નેનો વીડિયો બનાવી લીધો. આ વાતથી ગુસ્સે ભરાયેલા પતિએ પત્નિ સુષ્મિતાની જબરદસ્ત ધુલાઇ કરી દીધી હતી, મારામારીમાં વિકાસની સાથે તેની પ્રેમિકા પણ સુષ્મિતા ઉપર તુટી પડી, મારામારીમાં સુષ્મિતાને ગંભીર ઇજા પણ પહોંચી હતી. સુષ્મિતા નારી સેનાની સાથે મળીને ડોરંડા પોલીસ સ્ટેશન પહોંચી અને કેસ નોંધાવ્યો હતો. 


મારામારીનો વીડિયો પણ પોલીસને સોંપ્યો-
સુષ્મિતાએ સબૂત તરીકે પતિ દ્વારા મારામારી કરી છે તેનો વીડિયો ફૂટેજ પણ પોલીસને સોંપી હતી. સુષ્મિતા અને તેની સાથે આવેલી મહિલાઓ હવે પોલીસ પાસે ન્યાયની માંગણી કરી રહ્યાં છે. સુષ્મિતા અને વિકાસને એક દીકરો પણ છે.