Rapido Bike Taxi: બાઇક ટેક્ષી સર્વિસ ચલાવનારી કંપની રેપિડોને બૉમ્બે હાઇકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. હાઇકોર્ટે પુણેમાં કંપનીને પોતાની તમામ સેવાઓ તાત્કાલિક રોકવાનો આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે, બાઇક ટેક્ક્ષીની સાથે જ કંપનીએ રિક્ષા, ડિલીવરી સર્વિસ પણ લાયસન્સ વિનાના છે. 


રેપિડો ટેક્ક્ષી સર્વિસને લઇને સુનાવણી દરમિયાન બૉમ્બે હાઇકોર્ટે શુક્રવારે  (13 જાન્યુઆરી) બપોરે 1 વાગ્યાથી કંપનીની તમામે સેવાઓને રોકવાનો નિર્દેશ આપ્યો છે. 


હાઇકોર્ટના આદેશ બાદ કંપની 20 જાન્યુઆરી સુધી આખા રાજ્યમાં તમામ સેવાઓ બંધ કરવા તૈયાર થઇ ગઇ  છે. આ મામલામાં આગામી શુક્રવારે ફરીથી સુનાવણી થશે. 


શું છે મામલો ?
રેપિડોએ 16 માર્ચ, 2022 એ પુણે RTO માં લાયન્સ માટે અરજી નાંખી હતી, જેને પરિવહન નિગમે ફગાવી દીધી હતી, આની સાથે જ પરિવહન વિભાગે લોકોને રેપિડોની એપ અને તેની સુવિધાઓનો ઉપયોગ ના કરવાની અપીલ પણ કરી હતી. આ પછી રેપિડોએ બૉમ્બે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, હાઇકોર્ટે 29 નવેમ્બર, 2022 એ વિભાગની અનુમતિ પર ફરીથી વિચાર કરવાનું કહ્યું હતુ, 21 ડિસેમ્બર, 2022 એ આરટીઓની બેઠકમાં આને ફરીથી ફગાવી દીધી હતી. આમાં કહેવામાં આવ્યુ હતુ કે, રાજ્યમાં બાઇક ટેક્સીને લઇને કોઇ સ્પષ્ટ નિયમ નથી. 


ફરીથી અરજી ફગાવ્યા બાદ રેપિડોએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી, આ અરજી પર સુનાવણી દરમિયાન શુક્રવારે હાઇકોર્ટે બાઇક ટેક્સીને લઇને નિર્દેશ આપ્યો. સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે ઉચ્ચ ન્યાયાલયને બતાવ્યુ કે, તેને 'બાઇક ટેક્સી'ને લઇને સ્વતંત્ર સમિતિ બનાવી છે. સમિતિ જલદી જ આ સંબંધમાં પોતાનો રિપોર્ટ પ્રસ્તુત કરશે, ત્યાં સુધી રાજ્ય સરકાર આ સેવાને તાત્કાલિક બંધ કરવાની માંગ કરે છે.


Gold Silver Price Today: શુક્રવારે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો, જાણો આજે શું છે ચાંદીની સ્થિતિ?


Gold Silver Price Today: વૈશ્વિક સંકેતોને કારણે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનાના ભાવમાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ઈન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો અહીં પણ સોના અને ચાંદી બંનેના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. આજે બજાર ખુલતાની સાથે જ 13 જાન્યુઆરી 2023ના રોજ સોનાની કિંમતમાં 0.10 ટકાનો વધારો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનું આજે રૂ. 55,915 (Gold Price Today) પર ખુલ્યું હતું અને બપોરે 12 વાગ્યા સુધીમાં સોનું વધીને રૂ. 55,941 પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે.


ચાંદીની સ્થિતિ શું છે?


બીજી તરફ ચાંદીની વાત કરીએ તો શરૂઆતી કારોબારમાં તે 0.20 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો હતો. બજાર ખૂલતાંની સાથે જ 999 શુદ્ધતા ધરાવતી ચાંદીનો ભાવ રૂ. 68,717 પ્રતિ કિલો (Silver Price Today) પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ પછી, તેની કિંમતમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે અને તે 68,338 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ, છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનામાં વધારો નોંધાયો હતો અને તે રૂ. 55,875 પર બંધ થયો હતો. બીજી તરફ ચાંદી ગઈ કાલે 68,643 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.