નવી દિલ્હીઃ આંધ્ર પેરદેશની જગનમોહન રેડ્ડી સરકાર એક બિલ લાવવાની તૈયારીમાં છે, જેમાં બળાત્કારના બે દોષીતોને 21 દિવસમાં ફાંસીની સજા આપવાની જોગવાઈ છે. સૂત્રો અનુસાર સરકાર 11 ડિસેમ્બરે આ બિલ રાજ્ય વિધાનસભામાં રજૂ કરી શકે છે.


આ પહેલા આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈ એસ જગનમોહન રેડ્ડી હૈદ્રાબાદની ડોક્ટર સાથે ગેંગરેપ અને તેની હત્યા પર ચાર આરોપીઓના કથિત એનકાઊન્ટરને લઈને તેંલગાનાનાં પોતાના સમકક્ષ ચંદ્રશેખર રાવ અને તેલંગાના પોલીસની પ્રશંસા કરી ચુક્યા છે.

જગમોહન રેડ્ડીએ એ પણ જાહેરાત કરી કે તેમની સરકાર મહિલાઓ વિરુદ્ધ અત્યાચારનાં મુદ્દાની ત્વરિત સુનાવણી અને સજા સુનિશ્ચિત કરવા માટે કડક કાયદો બનાવવા માટે વિધાનસભાનાં વર્તમાન સત્રમાં બિલ લાવશે. એન્કાઊન્ટર મામલે તેમણે કહ્યું કે, “ઘટના બની, મીડિયાએ બતાવ્યું કે ખોટું થયું. ત્યારબાદ તેલંગાના સરકારે જવાબ આપ્યો. KCR અને પોલીસ અધિકારીઓને મારા સલામ.”



જગમોહન રેડ્ડીએ માનવાધિકારનો ઘોંઘાટ કરાનારાઓને નિશાને લેતા કહ્યું કે, “જ્યારે કોઈ ફિલ્મમાં નાયક અથડામણમાં કોઈને ગોળી મારે છે તો આપણે સૌ તાળીઓ વગાડીએ છીએ અને કહી છીએ કે ફિલ્મ સારી છે.” તેમણે કહ્યું કે, “પરંતુ, જો કોઈ સાહસિક વ્યક્તિ વાસ્તવિક જિંદગીમાં એ જ કરે છે… તો કોઈ રાષ્ટ્રિય માનવઅધિકાર આયોગનાં નામે દિલ્લીથી આવશે. તે કહેશે કે આ ખોટું છે, આવું ના થવું જોઇએ. તેઓ પ્રશ્ન ઉઠાવે છે કે તેમણે આવું કેમ કર્યું?” તેમણે કહ્યું, “આપણે જોઇએ છીએ કે આવા પ્રશ્ન ઉઠી રહ્યા છે. આપણા કાયદા આવી દયનીય હાલતમાં છે.”