જમ્મુ-કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં કુલગામાં ફરી એકવાર આતંકીઓએ નાપાક હરકત કરી છે. કુલગામમાં બુધવારે આતંકીઓએ ગ્રેનેડથી પેટ્રૉલિંગ કરી રહેલી પાર્ટી પર હુમલો કર્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસનુ કહેવુ છે કે આ એક આઇઇડી બ્લાસ્ટ છે, જ્યારે સેનાનુ કહેવુ છે કે ગ્રેનેડ હુમલો છે. સેનાના પ્રવક્તા અનુસાર ઘાયલ જવાનોને પ્રાથમિક સારવાર બાદ શ્રીનગર સ્થિત 92 બેઝ હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.

તેમને જણાવ્યુ કે, અનંતનાગ જિલ્લાના શમ્સીપોરા વિસ્તારમાં સેનાના રસ્તાં ખોલનારી ટુકડી પર આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે. છરા વાગવાથી ચાર જવાન ઘાયલ થઇ ગયા. આતંકીઓના હુમલાના જવાબમાં જવાનોએ પણ મોરચો સંભાળ્યો અને જડબાતોડ જવાબ આપ્યો હતો. જવાનોની સમયસૂચકતાથી આતંકીઓ મોટી ઘટનાને અંજામ આપવામાં નિષ્ફળ રહ્યાં.

હુમલા બાદ જવાનોને હૉસ્પીટલમાં ઇલાજ માટે લઇ જવાયા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. વળી બીજીબાજુ સુરક્ષાદળોએ આખા વિસ્તારને ઘેરી લીધુ છે, અને સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધુ છે.