પોતાની આ પોસ્ટમાં રતન ટાટાએ કહ્યું કે ઓનલાઈન સમુદાય એક બીજા માટે હાનિકારક થઈ રહ્યા છે અને એકબીજાને નીચા લઈ જઈ રહ્યા છે. આ વર્ષ પડકારજનક છે. હુ ઓનલાઈન સમુદાયને એક બીજા માટે હાનિકારક થતા જોઈ રહ્યો છું. લોકો ખૂબ ઝડપી એક મત બનાવી એકબીજાને નીચા બતાવી રહ્યા છે. મારુ માનવુ છે કે, આ વર્ષ ખાસ કરીને આપણે તમામે એક સાથે મળી મદદગાર થવાનું છે, આ સમય એકબીજાને નીચે પાડવાનો નથી.
ટાટા સમૂહના ચેરમેને જણાવ્યું હતું કે, આ વર્ષ તમામ માટે કોઈને કોઈ સ્તરે પડકારોવાળુ રહ્યું છે. હું ઓનલાઈન સમુદાયોને એકબીજા પર હાનિકારક થતાં જોઈ રહ્યો છું.
એકબીજા પ્રત્યે વધારે સંવેદનશીલતા દર્શાવાનો આગ્રહ કરતા તેમણે કહ્યું હતું કે, દયાળુ, વધારે સમજ અને ધૈર્યની જરૂરીયાતને વધારો. તેમણે જણાવ્યું હતુ કે, મારી ઓનલાઈન હાજરી ખૂબ ઓછી છે. પણ મને વાસ્તવમાં આશા છે કે, અહીં નફરત અને બદમાશીની જગ્યાએ દરેક લોકોનું સમર્થન વધતુ જશે.