Ratan Tata Death: ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટા હવે આ દુનિયામાં નથી રહ્યા. ટાટા ગ્રુપને વિશ્વભરમાં ખ્યાતિ અપાવનાર રતન ટાટાનું બુધવારે રાત્રે અવસાન થયું. 86 વર્ષની વયે રતન ટાટાએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રતન ટાટાના રૂપમાં દેશે પોતાનું અમૂલ્ય રતન ગુમાવ્યું છે. તેમના નિધનથી દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રતન ટાટાના અંતિમ સંસ્કાર પુરા રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. મહારાષ્ટ્ર અને ઝારખંડે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. ભારત સરકાર વતી અમિત શાહ તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. થોડા સમય બાદ તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.
જણાવવામાં આવ્યું હતું કે રતન ટાટાના પાર્થિવ દેહને દક્ષિણ મુંબઈના નરીમાન પોઈન્ટ સ્થિત નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ (NCPA)માં સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી રાખવામાં આવશે. અહીં સામાન્ય લોકોથી લઈને ખાસ લોકો સુધી દરેક વ્યક્તિ રતન ટાટાના અંતિમ દર્શન કરી શકે છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી શકે છે. તેમના અંતિમ સંસ્કાર આજે મુંબઈના વર્લી વિસ્તારમાં કરવામાં આવશે. રતન ટાટાના અંતિમ સંસ્કારમાં રાજકારણીઓથી લઈને બોલિવૂડ સ્ટાર્સ સામેલ થઈ શકે છે. અંતિમ સંસ્કારમાં હાજરી આપનાર મહાનુભવોની યદી સામે આવી ગઈ છે. તો ચાલો જાણીએ ઈન્ડસ્ટ્રી અને એન્ટરટેઈનમેન્ટ જગતના કયા દિગ્ગજ કલાકારો શ્રદ્ધાંજલિ આપવા જશે.
ઉદ્યોગના કયા દિગ્ગજ લોકો સામેલ થઈ શકે છે?
1. મુકેશ અંબાણી અને અનંત અંબાણી (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ)
2. એન. આર. નારાયણ મૂર્તિ (ઇન્ફોસિસ)
3. કુમાર મંગલમ બિરલા (આદિત્ય બિરલા ગ્રુપ)
4. શક્તિકાંત દાસ (RBI ગવર્નર)
5. કિશોર દામાણી
6. વેદાંત ગ્રુપ
7. જિંદાલ ગ્રુપ
8. હર્ષ ગોએન્કા
9. ગૌતમ અદાણી
10. સંઘવી સન ફાર્મા
11. શિવ નાદર
12. મિત્તલ
13. ઉદય કોટક
14. રેખા ઝુનઝુનવાલા
15. આનંદ મહિન્દ્રા અને અનીશ શાહ
16. અજય પીરામલ
17. ફાલ્ગુની નાયર
18. રાજન પાઈ
19. બાબા રામદેવ
રાજકારણીઓમાં કોણ?
- અમિત શાહ (સરકાર વતી)
- રાહુલ ગાંધી (કોંગ્રેસ પાર્ટી)
- અરવિંદ કેજરીવાલ (આમ આદમી પાર્ટી)
- રાજનાથ સિંહ (કેન્દ્રીય મંત્રી)
- હિમંતા બિસ્વા સરમા
- યોગી આદિત્યનાથ
- મોહન યાદવ
- ભૂપેન્દ્ર પટેલ
- આનંદીબેન પટેલ
- પીયૂષ ગોયલ
- કપિલ સિબ્બલ
- ચિરાગ પાસવાન
- એન ચંદ્રાબાબુ નાયડુ
- એમકે સ્ટાલિન
- ડીકે શિવકુમાર
- હેમંત સોરેન
- નીતિશ કુમાર
- વિજય કુમાર સિંહા
- અશ્વિની વૈષ્ણવ
- ભૂપેન્દ્ર યાદવ
- પવન કલ્યાણ
- એકનાથ શિંદે
- દેવેન્દ્ર ફડણવીસ
- અજિત પવાર
- ગિરીશ મહાજન
- મંગલપ્રસાદ લોઢા
- ઉદય સામંત
- સંભાજીરાજે દેસાઈ
- પ્રફુલ્લ પટેલ
- તટકરે
- છગન ભુજબળ
- શરદ પવાર
- સુપ્રિયા સુલે
- ઠાકરે પરિવાર
- રાજ ઠાકરે અને પુત્ર
- રામદાસ આઠવલે
ફિલ્મ સ્ટાર્સ અને ક્રિકેટરો
1. અમિતાભ બચ્ચન
2. શાહરૂખ ખાન
3. આમિર ખાન
4. રજનીકાંત
5. જાવેદ અખ્તર
6. સલમાન ખાન
7.સચિન તેંડુલકર
8. રોહિત શર્મા
આ પણ વાંચો...