Ration Card Online Correction: ભારત સરકાર તેના દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. આમાંની મોટાભાગની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે. આજે પણ ભારતમાં એવા ઘણા લોકો છે જેઓ પોતાના જીવન નિર્વાહ જેટલી પણ કમાણી કરી શકતા નથી. ભારત સરકાર આવા લોકોને ખૂબ જ ઓછા દરે રાશન આપે છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ભારત સરકાર આ ગરીબ જરૂરિયાતમંદ લોકોને ખૂબ જ નજીવી કિંમતે રાશન પુરુ પાડે છે.


ભારત સરકારની યોજનાઓ હેઠળ ઓછા ભાવે રાશન મેળવવા માટે લોકો પાસે રાશન કાર્ડ હોવું જરૂરી છે. ભારતમાં ચાર પ્રકારના રાશન કાર્ડ છે જે અલગ અલગ પાત્રતાના આધારે બનાવવામાં આવે છે. તમામ રાશનકાર્ડમાં ઓછા ભાવે રાશનની સુવિધા હોતી નથી. આ ઉપરાંત સરકારી યોજનાઓમાં લાભ મેળવવા માટે પણ રાશનકાર્ડ ઉપયોગી છે. રાશનકાર્ડમાં થોડી પણ ભૂલ થાય તો પછી તે તમને ભારે નુકસાન થઇ શકે છે. પરંતુ તમે તેને ઓનલાઈન પણ ઠીક કરી શકો છો.


ખોટી માહિતીના કારણે રાશનકાર્ડ રદ્દ થઇ શકે છે


જો તમારી જન્મ તારીખ અથવા તમારું નામ તમારા રાશનકાર્ડમાં ખોટી રીતે નોંધાયેલ હોય તો તમારું રાશન કાર્ડ રદ થઈ શકે છે. ભારત સરકારના નિયમો અનુસાર રાશન કાર્ડ એક માન્ય દસ્તાવેજ છે. તેનો ઉપયોગ ઓળખ કાર્ડ તરીકે પણ થઈ શકે છે. તેની સાથે તમે આના પર રાશન પણ લઈ શકો છો.


અને સરકારી યોજનાઓનો લાભ પણ લઈ શકે છે. પરંતુ જો તમે રાશન કાર્ડ બનાવતી વખતે તમારા નામમાં ખોટો સ્પેલિંગ નાખ્યો હોય અથવા જન્મ તારીખ ખોટી દાખલ કરવામાં આવી છે અથવા અન્ય કોઈપણ માહિતી ખોટી છે. તો આ ભૂલને કારણે તમારું રાશન કાર્ડ રદ થઈ શકે છે.


ઑનલાઇન કેવી રીતે સુધારવું


જો તમે રાશન કાર્ડ બનાવતી વખતે કોઈ ભૂલ કરી દીધી છે. કેટલીક ખોટી માહિતી દાખલ કરવામાં આવી હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે તેને માત્ર ઓનલાઈન સુધારી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા તમારા રાજ્યના ફૂડ એન્ડ સપ્લાય ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર જવું પડશે. અહીં તમને 'Ration Card Correction'નો વિકલ્પ દેખાશે. તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે.


આ પછી તમારે તમારું રાશન કાર્ડ, આધાર કાર્ડ નંબર નાખવો પડશે. ત્યારબાદ તમારે સર્ચ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમને સ્ક્રીન પર રાશન કાર્ડ વિશે સંપૂર્ણ માહિતી દેખાવા લાગશે. તમે જે પણ માહિતી અપડેટ કરવા માંગો છો. તેના પર ક્લિક કરો અને તેને અપડેટ કરો અને છેલ્લે 'Submit'  પર ક્લિક કરો અને અપડેટ માટે અરજી સબમિટ કરો.