ચંદ્રશેખર અને અન્ય લોકો સામે ગોવિંદપુરી પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 147, 149, 186 અને 332 હેઠળ ગુનો દાખલ કરાયો છે. જેમની ધરપકડ કરાઇ છે એ તમામ લોકો પર દંગલ કરવાનો, જાહેર તથા ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડવાનો તેમજ અન્ય આરોપ મૂકવામાં આવ્યો હતો.
દિલ્હી ડેવલોપમેન્ટ ઓથોરિટીએ હાઇકોર્ટેના આદેશ પર 10 ઓગસ્ટે મંદિર તોડી પાડ્યું હતું. રવિદાસ મંદિર તોડી પાડવાના વિરોધમાં દલિતોએ બુધવારે પ્રદર્શન કર્યું હતું. તે દરમિયાન પ્રદર્શન હિંસક બન્યું હતું, પોલીસ અને ભીડ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે હળવો લાઠી ચાર્જ અને ટીયર ગેસ છોડ્યા હતા. પ્રદર્શન કરનાર લોકોએ કેન્દ્ર સરકારને ફરી મંદિર બનાવવાની માંગ કરી છે.
પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે “ભાજપ સરકાર પહેલા કરોડો દલિત ભાઇ-બહેનોને સાંસ્કૃતિક વારસાના પ્રતિક રવિદાસ મંદિર સ્થળ સાથે છેડછાડ કરે છે અને જ્યારે દેશના પાટનગરમાં હજારો દલિત ભાઇ-બહેન પોતાનો અવાજ ઉઠાવે છે તો ભાજપ તેના પર લાઠીઓ વરસાવે છે, ટિયર ગેસ છોડે છે, ધરપકડ કરે છે.”