હૈદરાબાદઃ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ શનિવારે આરોપ લગાવ્યો હતો કે ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ ભ્રષ્ટાચારમાં સામેલ હતા. સ્વામીએ તેમની નિમણૂક પર સવાલ ઉઠાવ્યા હતા. સ્વામી ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસમાં કહ્યું કે, આરબીઆઇના નવા ગવર્નર ભ્રષ્ટ છે. મેં તેમને નાણામંત્રાલયમાંથી હટાવ્યા હતા. હું શક્તિકાંત દાસને ભ્રષ્ટ વ્યક્તિ કહી રહ્યો છું. મને તેમને આરબીઆઇના ગવર્નર બનાવવા પર આશ્વર્ય થયું હતું.


ભાજપના સાંસદે કહ્યું કે, આઇઆઇએમ-બીમાં આર્થિકના પૂર્વ પ્રોફેસર આર.વૈધ્યનાથન સારા વ્યક્તિ હોઇ શકતા હોત. તે સંઘના જૂના વ્યક્તિ છે. તે અમારા વ્યક્તિ છે. આગામી વર્ષે લોકસભા ચૂંટણી અંગે પૂછતા સ્વામીએ કહ્યું કે, ભાજપ સત્તામાં આવશે કારણ કે નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ કોઇ સત્તા વિરોધી લહેર નથી. કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર સ્વામીએ આરોપ લગાવ્યો કે તેમની પાસે બ્રિટિશ નાગરિકતા છે જેથી તેઓ વડાપ્રધાન બની શકે નહીં.