નવી દિલ્હીઃ ભારતની આર્થિક સ્થિતિ અત્યાર સુધીની સૌથી ખરાબ હોવાનું વર્લ્ડ બેંકે કહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના જીડીપીમાં 9.6 ટકાનો ઘટાડો થઈ શકે છે. કોરોના મહામારી અને લોકડાઉનને
કારણે ભારતીય કંપનીઓ તેમજ લોકોની આવકમાં મોટો ઘટાડો થયો છે.


વોશિંગટન સ્થિત વર્લ્ડ બેંકે તાજેતરમાં પોતાના સાઉથ એશિયા ઈકોનોમિક ફોક્સ રિપોર્ટમાં જણાવ્યું કે 2020માં દક્ષિણ એશિયાના અર્થતંત્રમાં 7.7 ટકાનો ઘટાડો થશે. 2021માં આર્થિક વિકાસ દર વધીને 4.5 ટકા થઈ જશે. વિશ્વ બેંકના મુજબ વસ્તીમાં વૃદ્ધીને ધ્યાનમાં લેવામાં આવે તો વ્યક્તિ દીઠ આવક 2019ના અંદાજથી 6 ટકા નીચે રહી શકે છે. આનાથી સંકેત મળે છે કે 2021માં આર્થિક વૃદ્ધિ દર ભલે સકારાત્મક થઈ જાય પણ ચાલુ નાણાકીય વર્ષમાં કોરોનાના કારણે થયેલ નુકસાન ભરપાઈ થઈ શકશે નહીં.

માત્ર એક જ વર્ષમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યામાં 33 ટકાનો વધારો થયાનો વર્લ્ડબેંકે અંદાજ વ્યક્ત કર્યો છે.