નવી દિલ્હી: જ્યારથી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કૉ-ઑપરેટિવ બેન્ક પર રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ કેટલાક પ્રતિબંધ લગાવ્યા છે ત્યારથી દેશમાં બેકિંગ સિસ્ટમને લઈ અનેક પ્રકારની અફવાઓ સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી છે. જેને રિઝર્વ બેન્કે નકારી દીધી છે. રિઝર્વ બેન્કે ટ્વીટ કરી આ અંગે સ્પષ્ટતા કરી છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા કહ્યું છે.

રિઝર્વ બેન્કે ટ્વિટર હેન્ડલ દ્વારા નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, “સરકારી બૅન્કો સહિત કેટલીક કો ઓપરેટિવ બૅન્કો વિશે કેટલાક વિસ્તારોમાં અફવાઓ ચાલી રહી છે. જેનાથી ખાતાધારકોમાં ચિંતા છે. આરબીઆઈ સામાન્ય જનતાને આશ્વસ્ત કરવા માંગે છે કે ભારતીય બૅન્કીંગ પ્રણાલી સુરક્ષિત અને સ્થિર છે. આ પ્રકારની અફવાઓના આધારે ગભરાવવાની જરુર નથી.