નવી દિલ્હી: જાહેરક્ષેત્રની આરઈસીના એકમ આરઈસી પાવર ડિસ્ટ્રિબ્યૂશન લિમિટેડે (RECPDCL) જમ્મુ કાશ્મીરમાં સ્માર્ટ મીટર પરિયોજનામાંથી ચીની કંપનીને હટાવી દીધી છે. સરકારના પૂર્વ સંદર્ભ દેશોથી ઉપકરણોના આયાતને લઈ જાહેર કરેલા આદેશ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.


આરઈસી પાવર ડિસ્ટ્રિબ્યૂશન લિમિટેડે ગત વર્ષે સપ્ટેમ્બરમાં જમ્મુ કાશ્મીરમાં 1.155 લાખ સ્માર્ટ મીટર લગાવવાના પ્રોજેક્ટનું કામ ટેક્નો ઈલેક્ટ્રિક એન્ડ એન્જીનિયરિંગ કંપની લિં.ને આપ્યું હતું.

RECPDCLએ એક નિવેદનમાં કહ્યું કે, પ્રોજેક્ટની ફાળવણી ભારતીયી કંપની ટેક્નો ઈલેક્ટ્રિક એન્ડ એન્જીનિયરિંગ કંપની લિ.ને આપવામાં આવી હતી. કંપનીએ પરિયોજના માટે વિભિન્ન ભાગો માટે ઉપ ઠેકેદારો પાસેથી સેવા લીધી હતી.