સમગ્ર દેશમાં કોરોનાને કાબૂ કરવા માટે લોકડાઉન 17 મે સુધી લંબાવી દેવામાં આવ્યું હતું. જેના 3 દિવસ વિતી ગયા છે. સંક્રમણના ખતરાના આધારે સમગ્ર દેશને ત્રણ ઝોનમાં વહેંચી દીધો છે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન. આ ઝોનને ધ્યાનમાં રાખીને ઘણી છૂટછાટો આપવામાં આવી છે પરંતુ ઘણી સેવાઓ અને ગતિવિધિઓ એવી છે જેના પર સંપૂર્ણ બંધ છે.


Lockdownમાં રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં રહેતા લોકોને કઈ વાતોનું ધ્યાન રાખવું પડશે તે વીડિયો જોવા અહીં ક્લિક કરો...

તમારા જિલ્લા ગ્રીન ઝોનમાં ભલે હોય પરંતુ ત્યાં પણ ઘણી સેવાઓ અને ગતિવિધિઓ બંધ રાખવામાં આવી છે. જેવી રીતે રેલ પરિવહન, આંતરરાજ્ય સેવાઓ, મેટ્રો રેલ, સ્કૂલ, કોલેજ, કોચિંગ સંસ્થા, સિનેમા, હોલ, શોપિંગ મોલ, જિમ, સ્વિમિંગ પૂલ, બાર, સભાગૃહ, એસેમ્બલી હોલ, સામાજિક, શૈક્ષિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને અન્ય સામૂહિક ગતિવિધિઓ, ધાર્મિક જૂલુસ, ધર્મ સ્થળ પણ બંધ રહેશે.

Lockdown के दौरान Red ,Orange या Green Zone वालों को इन बातों का रखना है ध्यान | ABP Uncut

બસોનું સંચાલન પણ 50 ટકા સીટોની ક્ષમતાના હિસાબે ચાલુ રહેશે. બસો અને ટેક્સીને ફક્ત જિલ્લામાં જ ચલાવવાની અનૂમતિ આપવામાં આવી છે.