Health: આજની ભાગદોડ ભરી જિંદગી અને અયોગ્ય આહાર શૈલીના કારણે મેદસ્વીતાની સમસ્યાથી મોટાભાગના લોકો પિડીત હોય છે. મેદસ્વીતા અનેક બીમારીને નોતરે છે. મેદસ્વીતાથી છૂટકારો મેળવના ઉપાય શોધતા પહેલા તેના કારણો જાણવા જરૂરી છે. વધતા શરીરનું કારણ જાણીને તે દિશામાં વર્કઆઉટ કરવાથી સચોટ પરિણામ મળે છે.


મેદસ્વીતાના અનેક કારણો છે. એક કારણ આનુવંસિક છે. બીજુ કારણ થાઇરોઇડની બીમારી હોય છે. જ્યારે ત્રીજું કારણ આપની આપની ગલત આહાર શૈલી અને જીવન શૈલી હોય છે. આ સિવાય કુશિંગ સિન્ડ્રોમ, ઇમબેલેન્સ હાર્મોન્સ પણ મેદસ્વીતા માટે જવાબદાર છે. 


જો લાખ કોશિશ બાદ પણ વજન ન ઉતરતું હોય તો આપને થાઇરોઇડસ, ઇમબેલેન્સ હાર્મોન્સ, કુશિંગ સિન્ડ્રોમ માટે ટેસ્ટ કરાવવા જોઇએ અને ડોક્ટરની સલાહ લેવી જરૂરી બની જાય છે. જો ઉપરોક્ત કોઇ સમસ્યા ન હોય  તો શક્ય છે  ગલત આહારશૈલી અને જીવન શૈલીના કારણે ઓબેસિટી છે.  આ માટે  સૌથી પહેલા ડાયટ પર ધ્યાન આપવું જોઇએ. મેદસ્વીતાના ઉપાય માટે સૌથી પહેલી શરત છે  ઝીરો શુગર, ઘઊંની માત્રા ઓછી કરો. ત્રીજું છે. રસોઇમાં તેલનો ઓછો ઉપયોગ અને તેલને ઓછા તાપમાને પકાવવું.


વર્કઆઉટની વાત કરીએ તો દરેક વજન ઓછુ કરવા ઇચ્છતી વ્યક્તિએ રોજ 10 હજાર ડગલા  ચાલવું જોઇએ.વોકિંગ સાથે આપ સૂર્યનમસ્કાર અને અન્ય એક્સરસાઇઝને પણ જોડી શકો છો. એક સ્થિતિમાં કલાકો સુધી બેસવાનું ટાળો.  દિનચર્યાંમાં શક્ય હોય તેટલું  બેસવાનું ઓછું કરવાથી પણ આ સમસ્યામાં રાહત મળે છે. આ રીતે આ સરળ નિયમને દિનચર્ચામાં સામેલ કરીને મેદસ્વીતાની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.


 જો લાખ કોશિશ બાદ પણ વજન ન ઉતરતું હોય તો ઉપરોક્ત જણાવેલા કારણો હોઇ શકે છે. આ માટે આપને તેનો ઇલાજ સાથે વજન ઉતારવા માટે યોગ્ય દિશામાં પ્રયાસ કરવા જરૂરી છે. બેલેસન્ડ ડાયટ અને નિયમિત વર્કઆઉટ બંને વજન ઉતારવામાં મહત્વનો ભાગ ભજવે છે.