વેક્સીન લેવા માટે રજિસ્ટ્રેશનનું માધ્યમ ઓનલાઈન રહેશે. તેના બાદ લાભાર્થીને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મેસેજ મળશે જેમાં વેક્સીનેશનનો સમય, સ્થાન અને તારીખની જાણકારી આપવામાં આવશે.
કયા કયા દસ્તાવેજો રહેશે માન્ય
વેક્સીન માટે ડ્રાઈવિંગ લાયસન્સ, પાન કાર્ડ, મતદાન કાર્ડ, આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, પાસપોર્ટ, પેન્શન ડોક્યુમેન્ટ અને રાજ્ય-કેન્દ્ર દ્વારા આપવામાં આવેલા સર્વિસ આઈડેન્ટિટી કાર્ડ વગેરે દસ્તાવેજો માન્ય રહેશે. મંત્રાલયે કહ્યું કે, લોકોને સલાહ આપવામાં આવે છે કે, વેક્સીન લેતા પહેલા વેક્સીનેશન સેન્ટર પર અડધો કલાક આરામ કરે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, કોવિડ-19ની રસી લેવું વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર કરશે અને ભારતમાં ઉપલબ્ધ રસી પણ બીજા દેશોમાં વિકસિત રસી જેટલી જ અસરકાર હશે. મંત્રાલયે કહ્યું કે, પૂર્વમાં કોવિડ-19થી સંક્રમિત થઈ ચૂકેલા લોકોને પણ કોરોના વાયરસની રસી લેવાની સલાહ આપવામાં આવે છે કારણ કે, તેનાથી બીમારી વિરુદ્ધ મજબુત રોગપ્રતિકારક ક્ષમતા તૈયાર થશે. મંત્રાલયે કહ્યું કે, બીજો ડોઝ લીધા બાદ બે અઠવાડિયા પછી શરીરમાં એન્ટીબોડીનું સુરક્ષાત્મક સ્તર તૈયાર થાય છે.
ભારતમાં કોવિડ-19ની છ વેક્સીનની ટ્રાયલ ચાલી રહી છે. તેમાં આઈસીએમઆર સાથે તાલમેલથી ભારતમાં બાયોટેક દ્વારા વિકસિત રસી, ઝાયડસ કેડિલા, જેનોવા, ઑક્સફોર્ડની રસી પર પરીક્ષણ ચાલી રહ્યું છે.