નવી દિલ્લીઃ શહાબૂદ્દીનના લીધે પોતાના બાળકને ગુમાવનાર ચેંદ્રકેશ્વર પ્રસાદ ઉર્ફ ચંદા બાબૂએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે. તેમની માંગ છે કે, શહાબૂદ્દીનને મળેલી જામીન અરજી રદ્દ કરવામાં આવે. બિહાર સરકારે પણ જામીન અરજી વિરુધ અપિલ કરી છે.

સિવાનના ચંદા બાબૂના બે દિકરાઓને ઓગસ્ટ 2004માં તેજાબ નાખીને સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટનાના સાક્ષી એવા તેના ત્રીજા દિકરાની પણ 2014માં હત્યા કરી નાખવામાં આવી હતી. ગીરીશ અને સતીશની હત્યામાં શહાબૂદ્દીનને દોષી ઠેરવીને તેને આજીવન કેદની સજા આપવામાં આવી હતી. રાજીવની હત્યા સાથે સંકળાયેલા ટ્રાયલ હજી સુધી શરૂ  થઇ નથી.

મુકદમો શરૂ થવામાં મોડૂ થતા તેને આધાર બનાવીને હાઇકોર્ટે 7 સપ્ટેંબરે શહાબૂદ્દીને જામીન આપી દીધા હતા. 2 ભાઇઓની હત્યાના મામલે દાખલ કરવામાં આવેલી અરજીમાં સુનવણી શરૂ કરતા પહેલા જ હાઇકોર્ટે જામીન આપી દીધા હતા. આમ લગભગ 11 વર્ષથી જેલમાં બંધ RJD નેતાને જેલની બહાર આવવાની શક્યતા વધી ગઇ છે.

વકીલ પ્રશાંતત ભૂષણ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં હાઇકોર્ટના નિર્ણય પર ઘણા સવાલ ઉઠાવવામાં આવ્યા છે.