Anant Ambani: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. તે પ્રાણીઓની સંભાળ માટે પોતાનો એક ડ્રીમ પ્રોજેક્ટ પણ ચલાવી રહ્યા છે. તેનું નામ 'વનતારા' છે, જેના દ્વારા તેઓ પ્રાણીઓને મદદ કરે છે. ત્યારે આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી. જ્યારે અનંત અંબાણીની ડોકટરોની ટીમે જામનગરથી 3500 કિમી દૂર પહોંચી અને બીમાર હાથીઓને મદદ કરી હતી.
હાથીઓની મદદ સાથે જોડાયેલો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ડોક્ટરોની ટીમ એક બીમાર હાથી અને તેના બાળકની સારવાર કરતી જોવા મળે છે.
બીમાર હાથી માટે મદદ માંગી
જાણકારી અનુસાર, એક હાથી બીમાર હતો, જેના માટે અનંત અંબાણીની મદદ માંગવામાં આવી હતી. એક જ દિવસની અંદર અનંત અંબાણીએ બીમાર હાથીની સારવાર માટે પહેલ કરી અને જામનગરથી લગભગ 3500 કિલોમીટર દૂર ત્રિપુરાના કૈલાશહરમાં ડૉક્ટરોની એક ટીમ મોકલી હતી. અહીં ડોક્ટરોએ બીમાર હાથી અને તેના બાળકની તપાસ કરી. બીમાર હાથીની સારવાર પણ શરૂ કરી હતી. વીડિયો શેર કરીને યુઝરે જણાવ્યું કે અનંત અંબાણીની ડોક્ટરોની ટીમ 24 કલાકમાં ગજરાજની સેવા કરવા માટે જામનગરથી 3500 કિલોમીટર દૂર ત્રિપુરા પહોંચી હતી. આને કહેવાય છે. સેવાની સાચી ભાવના.
વનતારા પ્રોજેક્ટ શું છે ?
તમને જણાવી દઈએ કે અનંત અંબાણી હાથીઓના સંરક્ષણ માટે વનતારા નામનો પ્રોજેક્ટ ચલાવે છે. વનતારા પ્રોજેક્ટ રિલાયન્સ કોમ્પ્લેક્સની નજીક આશરે 600 એકરમાં ફેલાયેલો છે, જે ગુજરાતના જામનગર શહેરમાં આવેલું છે. અહીં બીમાર હાથીઓની સંભાળ લેવામાં આવે છે. આ માટે અહીં વિશ્વ કક્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તાજેતરમાં, આ પ્રોજેક્ટની કેટલીક તસવીરો પણ સામે આવી હતી, જેના વિશે માહિતી આપવામાં આવી હતી.
3000 એકરમાં આ કાર્ય શરુ કરવામાં આવ્યું
રિલાયન્સના જામનગર રિફાઈનરી સંકુલમાં આવેલા ગ્રીનબેલ્ટની અંદર 3000 એકરમાં વિસ્તારમાં આ કાર્ય શરુ કરવામાં આવ્યું છે . 3000-એકરની વિશાળ જગ્યાને જંગલ સાથે સામ્યતા ધરાવતા કુદરતી, સમૃદ્ધ, હરીયાળા અને લીલાછમ રહેઠાણમાં રૂપાંતરિત કરવામાં આવી છે.
આ સેન્ટર 200થી વધુ હાથીઓનું ઘર બન્યું
વનતારામાં હાથીઓ માટેનું કેન્દ્ર અને સિંહ અને વાઘ, મગર, દિપડા વગેરે સહિત અન્ય મોટી-નાની પ્રજાતિઓ માટેની સુવિધાઓ છે. આ સેન્ટર 200થી વધુ હાથીઓનું ઘર બન્યું જ્યાં તેમની પશુચિકિત્સકો, જીવવિજ્ઞાનીઓ, રોગવિજ્ઞાનીઓ, પોષણશાસ્ત્રીઓ અને પ્રકૃતિશાસ્ત્રીઓ સહિત 500થી વધુ લોકોના વિશિષ્ટ અને પ્રશિક્ષિત સ્ટાફ દ્વારા ચોવીસ કલાક સંભાળ રાખવામાં આવે છે. આ સેન્ટર પાસે 25,000 ચોરસ ફૂટની વિશ્વની સૌથી મોટી એલિફન્ટ હોસ્પિટલ છે.