નવી દિલ્હીઃ રિલાયન્સ અને ફ્યૂચર રિટેલને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અમેઝોનના પક્ષના નિર્ણય આપતા ફ્યૂચર રિટેલ લિમિટેડના રિલાયન્સ રિટેલમાં વિલય કરવાના 24 હજાર કરોડ રૂપિયાના કરાર પર રોક લગાવી દીધી છે. આ નિર્ણય બાદ રિલાયન્સના શેર 1.33 ટકા સુધી તૂટ્યા હતા.


સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ફ્યૂચર રિટેલના રિલાયન્સ રિટેલની સાથે વિલય કરવાના કરાર પર રોક લગાવવાનો નિર્ણય ભારતીય કાયદાઓ હેઠળ કાયદેસર અને લાગુ કરવા યોગ્ય છે. સિંગાપોરમાં આવેલો ઇમરજન્સી ઓર્બિટ્રેશનનો નિર્ણય ભારતમાં લાગુ છે. ઇમરજન્સી ઓર્બિટ્રેશનના આ કરાર પર રોક લગાવી હતી. અમેઝોને આ વિલય કરારનો વિરોધ કર્યો હતો.


અમેરિકન ઇ-રિટેલ કંપની અમેઝોને 24,713 કરોડના આ કરારના વિરોધમાં છે. અમેઝોનનું કહેવું છે કે સિંગાપોરમાં ઇમરજન્સી  ઓર્બિટ્રેટર આ કરાર પર રોક લગાવી ચૂક્યું છે. જેના કારણે ફ્યૂચરનું રિલાયન્સમાં વિલય થઇ શકે નહીં. આ અગાઉ દિલ્હી હાઇકોર્ટે ફ્યૂચર રિટેલને ઇમરજન્સી ઓર્બિટ્રેટરનો આદેશ માનવા કહ્યું હતું. જેનાથી વિલયનો કરાર રદ થઇ જતો. ફ્યૂચરે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે ભારતીય કાયદાઓમાં આ પ્રકારના ઇમરજન્સી ઇન્ટરનેશનલ ઓર્બિટ્રેશનની કોઇ માન્યતા નથી.


વાસ્તવમાં અમેઝોને દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. દિલ્હી હાઇકોર્ટે રિલાયન્સ-એફઆરએલ કરારને લીલી ઝંડી આપી હતી. એફઆરએલનું પ્રતિનિધિત્વ કરનાર સાલ્વેએ તર્ક આપ્યો હતો કે મધ્યસ્થતા અને સમાધાન પર ભારતીય કાયદા હેઠળ ઇએની કોઇ ધારણા નથી અને સાથે જ આ  પ્રકારનો કોઇ મધ્યસ્થતા કરાર નથી. તેમણે કહ્યું કે, ભારતીય કાયદા હેઠળ ઇએ માટે કોઇ જોગવાઇઓ નથી. બાદમાં ખંડપીઠે આઠ ફેબ્રુઆરીના રોજ કરારના સંબંધમાં કોર્ટના એ આદેશ પર રોક લગાવી દીધી હતી જેમાં તેમણે એફઆરએલ અને વિવિધ વૈધાનિક સંસ્થાઓને યથાવત સ્થિતિ જાળવવા માટે કહેવામાં આવ્યું હતું.


આજે યોજાશે GUJCETની પરીક્ષા


ધોરણ 12 પછીના ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે આજે રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષા લેવાશે. કોરોના બાદ ગુજરાત બોર્ડની આ બીજી મહત્વની પરીક્ષા છે. આ વર્ષે એક લાખ 18 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અને રાજ્યના 574 બિલ્ડિંગોના પાંચ હજાર 932 બ્લોકમાં પરીક્ષા લેવાશે.