નવી દિલ્હીઃ દેશમાં હવે સસ્તી કૉલિંગનો સમય પુરો થવા જઇ રહ્યો છે, એરટેલ અને વૉડાફોન-આઇડિયા બાદ હવે મુકેશ અંબાણીની રિલાયન્સ જિઓએ પણ મોબાઇલ ટેરિફમાં વધારો કરવાનુ નક્કી કર્યુ છે.


કંપની અનુસાર, આગામી 6ઠ્ઠી ડિસેમ્બરે જિઓ પોતાના ટેરિફ પ્લાન વધારી દેશે, રવિવારે આપેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, કંપની 6ઠ્ઠી ડિસેમ્બરથી મોબાઇલ ટેરિફ 40 ટકા સુધી વધારી દેશે, આ મોબાઇલ સર્વિસ રેટ્સ ઓલ ઇન વન પ્લાન્સ અંતર્ગત વધારવામાં આવશે. જેમાં ગ્રાહકોને 300 ટકા સુધીનો ફાયદો પણ મળશે.



કંપનીના નિવેદનમાં કહેવામાં આવ્યુ કે, બહુ જલ્દી કંપની ઓલ ઇન વન પ્લાન્સ લાવશે, જેમાં ગ્રાહકોને અનલિમિટેડ વૉઇસ અને ડેટા મળશે. આ પ્લાન્સ અંતર્ગત અન્ય મોબાઇલ નેટવર્ક પણ પણ આરામથી કૉલ કરી શકાશે. જોકે, નવા પ્લાન્સ 40 ટકા સુધી મોંઘા હશે. પણ કસ્ટમર્સ ફર્સ્ટના વાયદા પ્રમાણે ગ્રાહકોને 300 ટકા સુધીનો ફાયદો આપવામાં આવશે.

જિઓએ કહ્યું કે, પોતાના ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને રિલાયન્સ જિઓ ટેલિકૉમ ઇન્ડસ્ટ્રીને બનાવી રાખવા માટે જરૂરી પગલાં ભરશે.