મુંબઇઃ દેશમાં કોરોનાની લડાઇમાં હવે ખાનગી ક્ષેત્રની યશ બેન્ક પણ મેદાનમાં આવી ગઇ છે. યશ બેન્કે પીએમ રિલીફ ફંડમાં મદદ માટે 10 કરોડ રૂપિયાનુ દાન આપવાની જાહેરાત કરી છે.
યશ બેન્કે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, કૉવિડ-19ના કારણે દેશમાં આવેલી મુશ્કેલીઓ અને પડકારો માટે વડાપ્રધાનના આહ્વાનનુ સમર્થન કરીએ છીએ. આને ધ્યાનમાં રાખીને પીએમ કેયર્સ ફંડમાં 10 કરોડ રૂપિયાનુ યોગદાન આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કોરોના સામેની લડાઇમાં હાલ આખો દેશ એક થઇને લડાઇ લડી રહ્યો છે, ત્યારે દેશની વિવિધ કંપનીઓ અને સેલિબ્રિટીઓ પીએમ અને સીએમ રાહત ફંડમાં દાન કરી રહ્યાં છે.
યશ બેન્કે પીએમ રિલીફ ફંડમાં 10 કરોડ રૂપિયા આપાવાની જાહેરાત કરી, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Apr 2020 09:02 AM (IST)
યશ બેન્કે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, કૉવિડ-19ના કારણે દેશમાં આવેલી મુશ્કેલીઓ અને પડકારો માટે વડાપ્રધાનના આહ્વાનનુ સમર્થન કરીએ છીએ
- - - - - - - - - Advertisement - - - - - - - - -