નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં બુધવારે એક હેલિકૉપ્ટર ક્રેશ થઇ ગયુ હતું, કહેવાઇ રહ્યુ છે કે, ઉત્તરાકાશીમાં વાદળો ફાટવાના કારણે થયેલી તારાજી બાદ ત્યાં રાહત અને બચાવ કાર્ય માટે આ હેલિકૉપ્ટરને લગાવવામાં આવ્યુ હતુ.

બુધવારે હેલિકૉપ્ટર દ્વારા રાહત સામગ્રી લઇ જવાઇ રહી હતી ત્યારે, ત્યાં આ હેલિકૉપ્ટર ક્રેશ થઇ ગયુ હતુ. હેલિકૉપ્ટર ક્રેશ થતાં દૂર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા.



રાહત અને બચાવમાં લગાવેલુ હેલિકૉપ્ટર ઉત્તરકાશી જિલ્લામાં મોરીથી મોલ્દી જઇ રહ્યું હતુ, હેલિકૉપ્ટરમાં ત્રણ લોકો સવાર હતા, ક્રેશ થવાના કારણે ત્રણેય લોકોના મોત થયા હતા. હાલ આઇટીબીપીના જવાનો પહોંચી ગયા છે.


નોંધનીય છે કે, અહીં ભારે વરસાદના કારણે પુર અને ભૂસ્ખલનની ઘટના બની હતી. અહીંના આઠ જિલ્લાઓમાં વરસાદે કહેર વર્તાવ્યો હતો. અનેક જગ્યાએ વાદળો ફાટવાના કારણે ઉત્તરાકાશીમાં તબાહી મચી ગઇ હતી. ત્યાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું હતુ.